બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / What did Rajnath say to Vasundhara Raje in the solitude of the hotel? Came forward, immediately believed and came out happily

સીએમ નિર્ણય / હોટલના એકાંતમાં રાજનાથે વસુંધરા રાજેનું શું કહ્યું? સામે આવ્યું, તરત માનીને ખુશીથી બહાર આવ્યાં

Hiralal

Last Updated: 08:35 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના સીએમના એલાન પહેલા દિલ્હીથી આવેલા દૂત રાજનાથ જયપુરની લલિત હોટલમાં વસુંધરા રાજને મળ્યાં હતા અને તેમણે પાર્ટીના નિર્ણયની જાણ કરી હતી.

  • રાજસ્થાનના સીએમના એલાન પહેલા રાજનાથ જયપુરની લલિત હોટલમાં વસુંધરા રાજને મળ્યાં
  • પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયને જાણકારી આપી
  • પાર્ટીમાં તેમની હવે પછીની ભૂમિકા વિશે પણ વાત કરી

રાજસ્થાનના સીએમનું નામ જાહેર કરવા દિલ્હીથી આવેલા ભાજપના નિરીક્ષક અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ જયપુરમાં આવીને સૌથી પહેલું હોટલ લલિતમાં વસુંધરા રાજેને એકાંતમાં મળવાનું કર્યું હતું. તેમને આવું કરવાનું કહેવામાં આવ્યું હોઈ શકે. હોટલ લલિતમાં રાજનાથ સિંહ અને વસુંધરા રાજે 1 કલાક જેટલો સમય મળ્યાં હતા. બેઠકમાં રાજનાથે વસુંધરા રાજેને પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયને જાણકારી આપી હતી કે ભજનલાલ શર્માને સીએમ જાહેર કરવાના છે અને તે પણ તમારા દ્વારા પ્રસ્તાવિત થશે. રાજનાથે રાજેને પાર્ટીમાં હવે પછીની તેમની ભૂમિકા વિશે પણ વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિંહે વસુંધરાને પાર્ટીના નેતૃત્વના નિર્ણયની જાણકારી આપી હતી અને ધારાસભ્ય દળની બેઠકમાં શર્માના નામનો પ્રસ્તાવ મૂકવા માટે તેમને સમજાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ સિંઘે તેને ખાતરી આપી હતી કે તેનો આગામી રોલ આગામી થોડા દિવસોમાં નક્કી કરવામાં આવશે.

રાજનાથની વાત માની ગયા વસુંધરા રાજે
રાજનાથની આ વાત રાજેએ તરત સ્વીકારી લીધી હતી અને બેઠક બાદ હસતાં હસતાં બહાર આવ્યાં હતા. તેમણે પાર્ટીના આદેશનું માન આપ્યું હોવાનું પણ જણાઈ રહ્યું છે. જોકે ચૂંટણી પરિણામો આવ્યાં બાદ તરત રાજે શક્તિ પ્રદર્શન કરવા લાગ્યા હતા અને સમર્થક ધારાસભ્યોને મળવા લાગ્યાં હતા. 

પોતાના નામ જાહેર થતાં ઘડીકભર ભજનલાલને વિશ્વાસ ન પડ્યો 
જયપુરની સાંગાનેર બેઠક પરથી ધારાસભ્ય બનેલા 54 વર્ષીય ભજનલાલ શર્મા રાજસ્થાનના નવા સીએમ છે. જયપુરમાં ભાજપ કાર્યાલયમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો નવા મુખ્યમંત્રીની વરણી માટે બેઠા હતા ત્યારે ચોથી લાઈનમાં ભજનલાલ શર્મા પણ બેઠા હતા. ભજનલાલ શર્માને જરા પણ ખબર નહોતી કે સીએમ તરીકે તેમનું નામ જાહેર થવાનું છે. તેઓ પણ સીએમનું નામ સાંભળવા આતુર હતા પરંતુ આ તો તેમને જ લોટરી લાગી અને તેમનું નામ સીએમ તરીકે જાહેર કરાયું હતું. મંગળવારે જયપુરમાં ભાજપના પ્રદેશ મુખ્યાલયમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી માટે યોજાયેલી બેઠકમાં શર્માના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બેઠકમાં હાજર ધારાસભ્યોએ કહ્યું કે શર્માનો ચહેરો જોઇને એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ પોતે વિશ્વાસ નથી કરી શકતા. આ બેઠકમાં તેઓ અન્ય ધારાસભ્યો સાથે ચોથી હરોળમાં બેઠા હતા. વરિષ્ઠ નેતાઓ અને ધારાસભ્યો આગળની બે હરોળમાં બેઠા હતા. જો કે, થોડા સમયમાં પ્રદેશ પ્રમુખ સી.પી. જોશીએ તેમને સ્ટેજ પર બોલાવ્યા હતા. પાર્ટીના પાંચ વરિષ્ઠ ધારાસભ્યોએ તેમની ઉમેદવારીને ટેકો આપ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ