બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Weather expert Ambalal Patel rain forecast in winter
ADVERTISEMENT
ગુજરાતના ખેડૂતો માટે ફરીવાર માઠા સમાચાર સામે આવ્યાં છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ફરીવાર ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આજથી ત્રણ દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે. જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે.
ADVERTISEMENT
કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસશે મધ્યમ વરસાદ: અંબાલાલ
અંબાલાલની આગાહી અનુસાર, રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી તારીખ 1થી 5 જાન્યુઆરી સુધી મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચવા જેવું: પતંગ રસિકોને મોજ પડી જાય તેવી આગાહી: જાણો આ વખતે કેવી રહેશે પવનની ગતિ, અંબાલાલ પટેલે આપ્યા ગુડ ન્યુઝ
ગુજરાતમાં 2024ની શરૂઆત જ વરસાદથી થશે : અંબાલાલની આગાહી #gujaratnews #weatherforecast #weather #weather_report #weatherupdate #weather_news #ambalalpatel #weathernews #vtvcard #vtvgujarati pic.twitter.com/Cn2YSYuYXO
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 29, 2023
ADVERTISEMENT
દેશના 70% ભાગમાં વાતાવરણ પલટો આવવાની શક્યતા: અંબાલાલ
ADVERTISEMENT
વધુમાં અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઇને આગાહી કરતા છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, '29-30-31 ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે. ત્યારે તારીખ 6થી 8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી સિસ્ટમ પહોંચતા વરસાદની શક્યતા સેવાઇ રહી છે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે. 5 જાન્યુઆરી સુધીમાં દેશના 70% ભાગમાં વાતાવરણ પલટો આવવાની શક્યતા રહેલી છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.