બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / We can prevent diabetes only in the pre diabetes stage

Health tips / ડાયાબિટીસ પહેલા શરીરમાં દેખાઈ છે આ 5 સંકેત, લક્ષણો જણાઇ તો માત્ર આટલું કરો, આવનારા રોગ પણ ભાગી જશે

Kishor

Last Updated: 08:01 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના ભાગદોળભર્યા જીવનમાં લોકોને પોતાના માટે પણ સમય રહેતો નથી. પરિણામે સ્થૂળતા અને ખાન-પાનમાં ધ્યાન ન રાખવાને કારણે બીમારી ઘર કરી જાય છે. જેમાં કેટલી બીમારી એવી છે જેનો કોઇ ઇલાજ જ નથી. તેમાંથી એક છે ડાયાબીટીસ.

  •  વિશ્વમાં 42.2 કરોડથી વધુ લોકો ડાયાબીટીસથી પીડિત
  • દર વર્ષે અંદાજે 15 લાખ લોકોનાં થાય છે મોત
  • આ સંકેત મળે તો તાત્કાલીક ચકાસણી કરવી

WHOના એક રિપોર્ટ પ્રમાણે વિશ્વમાં 42.2 કરોડથી વધુ લોકો ડાયાબીટીસથી પીડિત છે. તેમાંથી દર વર્ષે અંદાજે 15 લાખ લોકોનાં મોત થાય છે. એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં અંદાજે 8 કરોડની આસપાસ લોકો ડાયાબીટીસનો શિકાર છે. એવું પણ કહેવામાં આવે છે કે 2045 સુધીમાં આ આંકડો વધીને 13 કરોડ સુધી પહોંચી શકે છે. ખરાબ લાઇફસ્ટાઇલ અને ન ખાવાના ખોરાકને કારણે ડાયાબીટીસ થાય છે. જો કે ડાયાબીટીસને શરીરમાં પ્રવેશવા માટે સમય લાગે છે. જો આ દરમિયાન જ તમે લાઇફસ્ટાઇલમાં બદલાવ કરો તો તે કંટ્રોલમાં પણ આવી શકે છે. પરંતુ સવાર એ થાય કે ડાયાબીટીસ થયું છે કે નહીં એ ખબર કેમ પડે ? ત્યારે ડાયાબીટીસ થાય એટલે શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળે છે. એટલે કે પ્રી-ડાયાબીટીસ સ્ટેજમાં જ આપણે ડાયાબીટીસ થતું અટકાવી શકીએ છીએ. 

જમ્યા પછી બસ પાંચ મિનિટ કરી લો આ કામ, હંમેશા કંટ્રોલમાં રહેશે ડાયાબિટીસ |  diabetes 2 minutes of walking after a meal can help control blood sugar  levels

પ્રી-ડાયાબીટીસના 5 સંકેત 

ઝડપથી થાકી જવું- ડોક્ટરના જણાવ્યા પ્રમાણે શરીર વારંવાર ઝડપથી થાકી જાય તો અનેક બીમારીના લક્ષણ હોય શકે છે, પરંતુ ડાયાબીટીસ હોય તો શરીર વધુ થાક લાગે છે. સામાન્યથી વધુ અને સતત થાક લાગે તો પ્રી-ડાયાબીટીસના લક્ષણ હોય શકે છે. એવામાં તમારે તુરંત ડોક્ટરની સલાહ લેવી હિતવાહક છે. જો ફાસ્ટિંગ બ્લડ શૂગર 100થી વધુ થઇ જાય અને 120થી ઓછું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે.

વધુ તરસ લાગવી- વારંવાર તરસ લાગવી એ પણ પ્રી-ડાયાબીટીસ હોઇ શકે છે. વધુ તરસ ત્યારે જ લાગે જ્યારે લોહીમાં શૂગરની માત્રા વધી જાય. જો આવું થાય તો તમારે તુરંત ડાયાબીટીસ મપાવી લેવું. ભુખ વધુ લાગવી - સામાન્ય રીતે બીમારીમાં ભુખ ઓછી લાગે છે પરંતુ પ્રી-ડાયાબીટીસના સ્ટેજમાં ભુખ વધુ લાગે છે.આવા સંજોગોમાં ડાયાબીટીસ મપાવીને તુરંત ડોક્ટરની સલાહ લેવી. 

વારંવાર તરસ લાગે છે તો થઈ જજો સાવધાન, ક્યાંક તમે આ બીમારીઓના શિકાર તો નથી  બની ગયા ને? | If you feel thirsty often, be careful, somewhere you have  become a victim

વારંવાર પેશાબ લાગવો- વધુ પેશાબ લાગવો એ મોટાભાગના લોકોની સમસ્યા હોય છે. જો કે આવું થવા પાછળ પ્રી-ડાયાબીટીસ પણ હોઇ શકે છે. લોહી શુગર વધુ હોવાથી કિડનીનું ફંક્શન ધીમું થઇ જાય છે જેના લીધે વારંવાર પેશાબ લાગે છે. 

આંખોમાં ધુંધળું દેખાવું - આંખની બીમારીને કારણે જોવામાં તકલીફ પડી શકે છે. પરંતુ ઉપર જણાવેલા લક્ષણોની સાથે આંખમાં ધુંધળું દેખાવા લાગે તો સમજવું કે પ્રી-ડાયાબીટીસ છે. શુગરની માત્ર વધવાને કારણે શરીરની નસ પણ પ્રભાવિત થાય છે જેની અસર આંખો પર પણ જોવા મળે છે. 

વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો, એકવાર આ 4 ઉપચાર કરી લો તમારી આ સમસ્યા  થઈ જશે દૂર | frequent urine problem home remedies

પ્રી-ડાયાબીટીસ સ્ટેજ આવતાં જ આ વાતનું ધ્યાન રાખવું

જો તપાસમાં પ્રી-ડાયાબીટીસ આવે તો તુરંત લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરી લેવો, જેમ કે ચાલવાનું શરૂ કરવું, કસરત કરવી, ભોજનમાં હેલ્ધી વસ્તુઓ ખાવી, તળેલી કે તીખી વસ્તુઓ ન ખાવી, પિત્ઝા, બર્ગર, સોફ્ટ ડ્રિંક, પેકેજ ફૂડ ખાવાના તુરંત બંધ કરવા. મીઠું અને ખાંડવાળી વસ્તુઓ ન ખાવી. શાકભાજી અને ફળો ખાવાનું શરૂ કરવું.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ