બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ખોરાક અને રેસીપી / આરોગ્ય / Water rich food for summer season to avoid heat stroke

લાઇફસ્ટાઇલ / ગરમીમાં અત્યંત રાહત આપશે આ 5 ફૂડ્સ, શરીરને પણ અંદરથી મળશે ઠંડક

Vaidehi

Last Updated: 07:12 PM, 22 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં સંતરાનું સેવન વધારે કરવું જોઈએ કારણ કે તેમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. જે આપણને ડિહાઈડ્રેશનથી બચાવે છે.

  • ગરમીમાં રાહત આપશે આ 5 ફૂડ્સ
  • ઊનાળામાં શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવું જરૂરી
  • હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનનો ખતરો પણ વધારે

ગરમીની સીઝનમાં આપણા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન પડે છે. કાળઝાળ ગરમી, લૂ અને તડકો તમને બીમારી પાડી શકે છે. આ ઋતુમાં આપણે   ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણા શરીરમાં પાણી ઓછું ન થાય અને શરીરની અંદર ઠંડક મળતી  રહે. આ સમય દરમિયાન હીટ સ્ટ્રોક અને ડિહાઈડ્રેશનનો ખતરો પણ વધારે હોય છે. આ સ્થિતિમાં તમારે કેટલાક એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જે આ ગરમીના વાતાવરણમાં તમને રાહત આપવાનું કામ કરે છે.

છાશ :
દહીં અને કાળુ મીઠું ભેળવીને છાશ તૈયાર કરશો   તો તેને પીધા બાદ શરીરને ખૂબ જ  ઠંડક મળે છે અને સાથે જો  કોઈ   ઓઈલી ખોરાક ખાધો હશે તો પણ પાચનતંત્ર બગડતું નથી.

લીલા શાકભાજી:
લીલા શાકભાજી આમ તો દરેક બાબતે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તે ગરમીથી રાહત અપાવવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. તેનાથી પાચનતંત્ર યોગ્ય રહે છે અને પેટમાં થતી ગરમીનો સામનો કરવો પડતો નથી.

લીંબુ:
લીંબુમાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. તે આપણને ગરમીથી તો બચાવે જ છે પરંતુ અંદરથી એકદમ ફ્રેશ રાખે છે. તમે દિવસમાં કેટલાક ગ્લાસ લીંબુ પાણી પી શકો છો.

સંતરા:
ઉનાળામાં સંતરાનું સેવન વધારે કરવું જોઈએ કારણ કે તેમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે.   જે આપણને ડિહાઈડ્રેશનથી બચાવે છે. તેમાં રહેલા વિટામિન સી, ફાઈબર અને કેલ્શિયમ પણ શરીરને ફાયદો કરે છે.

ધ્યાન રાખો: ઉનાળાની ઋતુમાં જો તમે તડકા અને ગરમીથી પરેશાન છો તો ક્યારેય પણ સોફ્ટ ડ્રિંક્સ ન પીવા જોઈએ. આ ડ્રિંક્સના બદલે   નારિયેળનું પાણી પીવાથી શરીરને ઘણા પોષક તત્વો તો મળશે જ, પરંતુ હીટ સ્ટ્રોકનો ખતરો પણ ઓછો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ