બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / water purification tips water purify at home without water purifier and ro

તમારા કામનું / શું ઘરમાં RO નથી? તો પાણીને શુદ્ધ કરવા આજથી જ ફૉલો કરો આ ટિપ્સ, ને પછી જુઓ

Arohi

Last Updated: 10:07 AM, 2 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Water Purification Tips: તમારા ઘરમાં RO નથી તેમ છતાં તમે આ ટિપ્સની મદદથી પાણીને પ્યોરીફાય કરી શકો છો. જાણો તેની ટિપ્સ વિશે....

  • આ રીતે પાણીને કરો પ્યોરીફાય 
  • નહીં પડે ROની જરૂર 
  • જાણો પાણી પ્યોરીફાય કરવાની બેસ્ટ રીત 

આજકાલ લોકો પાણીને પ્યોરીફાય કરીને જ પીવાનું પ્રીફર કરે છે. કારણ કે ગંદા પાણીના સેવનથી શરીરને ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે. પાણીને શુદ્ધ કરવા માટે લોકો ઘરમાં વોટર પ્યોરીફાયર લગાવે છે. જો તમારી પાસે પ્યોરીફાયર નથી તો ચિંતા ન કરો. તમે અનુક ટિપ્સ ફોલો કરીને પ્યોરીફાયરના પાણીને પણ પ્યોરીફાય કરી શકો છો. આવો જાણીએ કઈ રીતે....

તાંબા કે માટીના ઘડામાં ભરો પાણી 
સૌથી પહેલા ખાસ ધ્યાન રાખો કે તમારૂ પાણી તાંબાના વાસણ કે માટીના ઘડામાં જ સ્ટોર કરવું. તાંબાના વાસણમાં પાણી રાખવાથી ધાતુના ગુણ પણ પાણીમાં આવે છે. સાથે જ પાણીના ગુણ પણ તેમાં રહે છે. 

માટીના ઘડામાં પાણી રાખવાથી તેમાં ખાસ તત્વો શામેલ થાય છે જે શરીર માટે ફાયદાકારક છે. જેમ કે સિલિકા, આયર્ન અને કેલ્શિયમ. પાણીને માટી કે તાંબાના ઘડામાં રાખવાના થોડા સમય પહેલા તેને ઉકાળી લો. પાણીને ઉકાળવાથી તેમાં રહેલા જીવાણુઓ નાશ પામે છે. 

પાણીને ઉકાળ્યા બાદ કોટનના કપડાથી ગાળીને ઠંડુ કરીને જ તાંબા કે માટીના વાસણાં તેને સ્ટોર કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ