બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Vishwanath Vaghela including young NSUI leaders joined BJP in today

ગાંધીનગર / વિશ્વનાથસિંહ વાઘેલા સહિત NSUIના યુવા નેતાઓએ આજે કેસરિયો ધારણ કર્યો, કહ્યું 'હું કાર્યકર બનીને કામ કરીશ'

Dhruv

Last Updated: 04:24 PM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ જગાવવા રાહુલ ગાંધી ગઇકાલે ગુજરાત આવ્યા હતા છતાંય રાહુલ ગાંધીના પ્રવાસ ટાણે યુથ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો.

  • વિશ્વનાથસિંહ વાઘેલાએ આજે કેસરિયો ધારણ કર્યો
  • યુથ કોંગ્રેસ અને NSUIના નેતાઓ પણ ભાજપમાં જોડાયા
  • હું ભાજપના કાર્યકરોથી પ્રેરાઈને ભાજપમાં જોડાયો: વાઘેલા

યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાથી માંડીને યુથ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી વિનયસિંહ તોમરથી લઇને NSUIના નેતાઓએ આજે કેસરિયો ધારણ કર્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે કમલમ ખાતે વિશ્વનાથસિંહ વાઘેલા, વિનયસિંહ તોમર સહિત જીગર માળી, પાર્થ દેસાઈ, વિશાલ ઠાકોર, ભાવરી સમાજના ગુજરાત પ્રમુખ માલારામ ભાવરી ભાજપમાં જોડાયા છે. અનેક સમર્થકો સાથે કોંગ્રેસના યુવા નેતાઓએ આજે કેસરિયો ધારણ કર્યો છે. કોંગ્રેસના આ પૂર્વ દિગ્ગજોનું ગોરધન ઝડફિયાએ ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું.

હું ભાજપના નેતાઓ-કાર્યકરોથી પ્રેરાઈને ભાજપમાં જોડાયો: વિશ્વનાથસિંહ

ભાજપમાં જોડાયા બાદ વિશ્વનાથસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, 'હું ભાજપના નેતાઓ-કાર્યકરોથી પ્રેરાઈને ભાજપમાં જોડાયો. હું કાર્યકર બનીને કામ કરીશ.' ઉલ્લેખનીય છે કે, વિશ્વનાથસિંહે હજુ બે દિવસ પહેલા જ કોંગ્રેસમાંથી યુથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. જ્યારે વિનયસિંહ તોમરે યુથ કોંગ્રેસના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું.
એ સિવાય ગુજરાત યુથ કોંગ્રેસના મંત્રી હેમાંગ પટેલે પણ યુથ કોંગ્રેસમાં રાજીનામું ધરી દીધું હતું. જૂથબંધીના કારણે હેમાંગ પટેલે રાજીનામું આપ્યાની ચર્ચાએ પણ જોર પડક્યું હતું.

આવાં લોકોના જવાથી કોઈ ફરક નથી પડતો: પાર્થિવ કઠવાડિયા

જોકે વિશ્વનાથ વાઘેલાના નિવેદન સામે પાર્થિવ કઠવાડિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'કમલમમાં ખુરશીઓ ખાલી હતી એ બધાએ જોયું. આવાં લોકોના જવાથી કોઈ ફરક નથી પડતો. તેઓને યુવા સંગઠનનું નેતૃત્વ કરવાનો મોકો મળ્યો પરંતુ ભાજપમાં જોડાયા. આઠ લાખથી વધુ યુવા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપમાં જોડાવવાના કાર્યક્રમનો ફિયાસ્કો થયો. દલબદલુ લોકો પોતાના ફાયદા માટે ભાજપમાં જાય છે. તેમની સાથે 3 ટકા યુવાનો પણ નથી ગયા.'

વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર લગાવ્યા હતા ગંભીર આક્ષેપ

વિશ્વનાથસિંહ વાઘેલાએ ગાંધી-નેહરુ પરિવાર પર આક્ષેપ લગાવતા કહ્યું કે, 'હું પ્રદેશ પ્રમુખ પદેથી મારું રાજીનામું આપી રહ્યો છું. કોંગ્રેસના સનિયર નેતાઓના આંતરિક જુથવાદનો હું ભોગ બન્યો. મને કામ કરવામાં અડચણો ઉભી કરવામાં આવતી. કોંગ્રેસ સંગઠનને નિષ્ફળ બનાવવા કાવતરા કરાયા. કોંગ્રેસ પક્ષ ચાપલુસોથી ઘેરાયેલો છે. કોંગ્રેસમાં યુવાનનો દુરુપયોગ જ થાય છે. યુવાનો કોંગ્રેસ પક્ષમાં દેશનું ભવિષ્ય નથી જોતા. કોંગ્રેસ પક્ષ એકપણ રીતે યોગ્ય નથી લાગતો. યુવાનો કોંગ્રેસમાં સમય વેડફી રહ્યાં છે. આંતરિક જૂથવાદથી પક્ષમાં દુશ્મનો ઉભા થાય છે. દેશની સત્તા માટે જનતાએ કોંગ્રેસને ખૂબ તકો આપી. કોંગ્રેસ પોતોના જ કાર્યકરોને શંકાની નજરે જુએ છે. કોંગ્રેસમાં વડીલો કે યુવાનોને સન્માન નથી મળતું. કોંગ્રેસે ભારત જોડવા અત્યાર સુધીમાં શું કર્યું? ભારત જોડો યાત્રા કરતા કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ