બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / Virus spread from China to India, person from Agra is corona positive

હડકંપ / ચીનથી ભારતમાં વાયરસનો ફેલાવો વધ્યો, આગ્રા આવેલો શખ્સ કોરોના પોઝિટીવ, હોમ ક્વોરન્ટાઈન

Kishor

Last Updated: 11:53 PM, 25 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં કોરોનાના હાકાકાર વચ્ચે બે દિવસ પહેલા ચીનથી આગ્રા આવેલા 40 વર્ષના યુવાનને કોરોના વળગ્યો હોવાનું સામે આવતા યુવાનને પોતાના ઘરે આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે

  • ચીનમાં કોરોનાને લઈને વિકટ સ્થિતિ
  • ચીનથી બે દિવસ પહેલા આગ્રા આવેલા 40 વર્ષના યુવાનનો કોરોના વળગ્યો
  • યુવાનને પોતાના ઘરે આઈસોલેશનમાં રાખવામાં આવ્યો

ચીનમાં કોરોનાને લઈને વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે. કોરોના સંક્રમણ અને કોરોનાથી થતા મોતનો આંકડો વધી રહ્યો છે ત્યારે ચીનથી બે દિવસ પહેલા આગ્રા આવેલા 40 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. જેને લઈને સલામતની ભાગરૂપે યુવાનને પોતાના ઘરે આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે.

વ્યક્તિના રિપોર્ટમાં કોરોનાના ચેપની પુષ્ટિ

આ મામલે આગ્રાના ચીફ મેડિકલ ઓફિસર અરુણ શ્રીવાસ્તવે કહ્યું હતું કે કોરોનાની ઝપટે ચડેલા વ્યક્તિના સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે લખનઉ મોકલવામાં આવશે. હાલ આ વ્યક્તિ તેના ઘરે આઈસોલેટ કરાયા છે. જ્યારે આરોગ્ય વિભાગની ટીમને કોરોનાના દર્દીના પરિવારના સભ્યો અને તેના સંપર્કમાં આવેલા લોકોની તપાસ માટે આદેશ જારી કરવામાં આવ્યા છે. આ વ્યક્તિ 23 ડિસેમ્બરે ચીનથી દિલ્હી થઈને આગ્રા પરત ફર્યો હતો. ત્યારબાદ કોરોનાના શંકાસ્પદ લક્ષણ જાણતા તેણે એક ખાનગી લેબમાં પોતાનો ટેસ્ટ કરાવ્યો હતો. જે વ્યક્તિના રિપોર્ટમાં કોરોનાના ચેપની પુષ્ટિ થઈ છે.

27 ડિસેમ્બરે 'મોક ડ્રિલ' યોજવા આદેશ

ચીન સહિત કેટલાક દેશોમાં કોવિડના કેસોમાં વધારોને પગલે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડથી આવતા મુસાફરો માટે આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવામાં આવશે. રાજ્યોને 27 ડિસેમ્બરે 'મોક ડ્રિલ' યોજવા જણાવ્યું હતું, જેમાં તબીબી ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સહિત આરોગ્ય સુવિધાઓની તૈયારીનો સમાવેશ થાય છે. વધુમાં આગ્રામાં આરોગ્ય વિભાગે વિદેશી પ્રવાસીઓની તપાસ શરૂ કરી છે અને તાજમહેલ, આગ્રાનો કિલ્લો અને અકબરના મકબરો પર અને ભીડભાડ વાળા સ્થળોએ સેમ્પલ લેવાઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ