બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / virat kohli vs gautam gambhir fight not going to stop it may continue till the ipl 2023

Kohli vs Gambhir / ફરી આમને-સામને આવશે ગૌતમ ગંભીર અને કોહલી! જાણો કયા સંજોગોમાં થઈ શકે છે મેચ

Manisha Jogi

Last Updated: 05:10 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLના મેદાન પર 1 મે 2023ના રોજ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે જે કંઈપણ થયું તે જ બાબત વર્ષ 2013માં પણ થઈ ચૂકી છે.

  • કોહલી અને ગંભીરના ઝઘડાનો વિવાદ હજુ સુધી પૂર્ણ થયો નથી.
  • 10 વર્ષ પછી તે જ પ્રકારની લડાઈનો પાર્ટ 2 જોવા મળ્યો.
  • ટૂંક સમયમાં લડાઈનો પાર્ટ-3 જોવા મળી શકે છે.

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના ઝઘડાનો વિવાદ હજુ સુધી પૂર્ણ થયો નથી. RCB અને LSGના પ્લેઓફની રેસમાં જળવાઈ રહેવા માટે આ બાબત આટલી આગળ વધી રહી છે. IPLના મેદાન પર 1 મે 2023ના રોજ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે જે કંઈપણ થયું તે જ બાબત વર્ષ 2013માં પણ થઈ ચૂકી છે. 10 વર્ષ પછી તે જ પ્રકારની લડાઈનો પાર્ટ 2 જોવા મળ્યો છે. ટૂંક સમયમાં લડાઈનો પાર્ટ-3 જોવા મળી શકે છે. કહાની થોડી બદલાઈ શકે છે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ જ જોવા મળી શકે છે. 

પ્લેઓફની રેસમાં RCB અને LSG
IPL 2023માં કોહલી VS ગંભીરનો નજારો ફરીથી કેવી રીતે જોવા મળી શકે છે. પ્લેઓફની રેસમાં જળવાઈ રહેવા માટે આ પ્રકારે થવાની સંભાવના છે. 1 મેના રોજ IPL 2023ની 43મી મેચ રમાઈ હતી, જેમાં RCBએ LSGને 18 રનથી હરાવ્યું હતું અને તેની સાથે પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થિતિમાં આવી ગયું હતું. 

IPL 2023ના પોઈન્ટ ટેબલમાં 5 ટીમ એવી છે, જે 10 પોઈન્ટ ધરાવે છે. આ પાંચ ટીમ અગાઉ 2થી 6 પોઈન્ટ ધરાવતી હતી. આ ટીમો વચ્ચે માત્ર રનરેટ અલગ છે. આ રેસમાં RCB પાંચમાં સ્થાન પર છે અને લખનઉ સુપર જાયન્ટ્સ ત્રીજા નંબર પર છે. 

કોહલી VS ગંભીર
જે પાંચ ટીમ 10 પોઈન્ટ ધરાવે છે, તે તમામ ટીમોએ 9-9 મેચ રમી છે. RCB અને LSGએ હજુ 5-5 મેચ રમવાની છે. આગામી 5 મેચમાં આ ટીમ સારું પ્રદર્શન કરે તો તેમને પ્લેઓફની ટિકીટ પણ મળી શકે છે. આ બે ટીમ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ બંને ટીમ સામ સામે આવશે તો વિરાટ અને ગંભીર ફરી એકવાર સામે આવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ