બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Virat Kohli returns to India for IPL, will return to the field after 2 months

IPL 2024 / VIDEO : ભારત આવ્યો વિરાટ કોહલી, એરપોર્ટ પર દેખાઈ સાદગી, લંડનમાં 2 મહિના કેમ રોકાયો?

Megha

Last Updated: 11:43 AM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અકાયના જન્મ બાદ વિરાટ કોહલી IPL પહેલા ભારત પાછા ફર્યા છે, કોહલી લગભગ 2 મહિનાથી ક્રિકેટથી દૂર હતા અને એમને છેલ્લી મેચ 17 જાન્યુઆરીએ અફઘાનિસ્તાન સામે રમી હતી.

ભલે વિરાટ કોહલી હવે RCB ટીમનો પૂર્વ કેપ્ટન છે, પરંતુ હજુ પણ RCB ટીમ વિરાટ કોહલીને કારણે જ લોકો વચ્ચે ચર્ચાનો વિષય રહે છે. એવામાં હવે ચાહકોની લાંબી રાહ આખરે પૂરી થઈ છે. લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહેલા સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ભારત પરત ફર્યો છે. કોહલી તાજેતરમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા અને તેઓ ટૂંક સમયમાં આઈપીએલ 2024 માટે આરસીબીમાં જોડાવા માટે તૈયાર છે.

સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે જોડાવા માટે ભારત પરત ફર્યો છે. આરસીબીના મોટાભાગના ખેલાડીઓ આ સપ્તાહની શરૂઆતમાં જ ટીમ સાથે જોડાઈ ગયા છે. કોહલી એ ખેલાડીઓમાં સામેલ હતા જેમને હજુ સુધી IPL 2024 માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. રિપોર્ટ અનુસાર કોહલી તેના પરિવાર સાથે લંડનમાં હતા. 

જાણીતું જ છે કે વિરાટ ગયા ફેબ્રુઆરીમાં બીજી વખત પિતા બન્યા હતા. કોહલી લગભગ 2 મહિનાથી ક્રિકેટથી દૂર છે. તેણે તેની છેલ્લી મેચ 17 જાન્યુઆરીએ અફઘાનિસ્તાન સામે રમી હતી. જે બાદ તેઓ લંડન ગયા હતા. કોહલીએ પોતાના બીજા બાળકના જન્મની માહિતી ફેન્સ સાથે શેર કરતાં જણાવ્યું હતું કે તેની પત્ની અનુષ્કા શર્માએ 15 ફેબ્રુઆરીએ બાળકને જન્મ આપ્યો છે. 35 વર્ષીય કોહલીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થવાના થોડા દિવસો પહેલા જ લંડન પંહોચી ગયા હતા. 

જાણીતું છે કે આઈપીએલ 2024 શરૂ થવામાં હવે એક સપ્તાહથી પણ ઓછો સમય બાકી છે અને તમામ ટીમોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. એવું માનવામાં આવે છે કે RCB એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 19 માર્ચે ટ્રેનિંગ શરૂ કરશે. 22 માર્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે IPL 2024માં તેની પ્રથમ મેચ રમશે. 

વધુ વાંચોઃ 'વર્લ્ડ કપ ફાઈનલમાં પિચ સાથે થઈ છેડછાડ, હાર માટે રોહિત-દ્રવિડ જવાબદાર', મોહમ્મદ કૈફનો ધડાકો

સાથે જ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ થવા માટે કોહલીને IPL 2024માં સારૂ પ્રદર્શન કરવું પડશે. T20 વર્લ્ડ કપ 2022 બાદ કોહલીએ માત્ર બે T20I રમી છે અને T20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં શરૂ થઈ રહ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ