બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Virat Anushka arrived in Vrindavan at the start of New Year meditated at Neem Karoli Babas Ashram

આધ્યાત્મિક આરંભ / નવા વર્ષની શરૂઆતમાં વૃંદાવન પહોંચ્યા વિરાટ-અનુષ્કા, નીમ કરોલી બાબાના આશ્રમમાં લગાવ્યું ધ્યાન

Arohi

Last Updated: 03:34 PM, 5 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષની શરૂઆતમાં અચાનક વિકાટ કોહલી અને અનુષ્કા શર્મા વૃંદાવન પહોંચી ગયા છે. દુબઈમાં ન્યૂ યર ઉજવ્યા બાદ સીધા નીમ કરોલી બાબાના આશ્રમ પહોંચ્યા જ્યાં એક કલાક સુધી ધ્યાન ધર્યું.

  • નવા વર્ષમાં વૃંદાવન પહોંચ્યા અનુષ્કા વિરાટ 
  • દુબઈમાં ન્યૂ યર ઉજવ્યા બાદ પહોંચ્યા આશ્રમ 
  • નીમ કરોલી બાબાના આશ્રમ પહોંચ્યા અનુષ્કા વિરાટ 

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દુબઈમાં નવું વર્ષ સેલિબ્રેટ કરીને ભારત પરત ફર્યા છે. બંને દેશ પરત ફરતાની સાથે જ રિલીજીયસ પ્રવાસ પર પહોંચી ગયા છે. હાલમાં જ બંને વૃંદાવનમાં જોવા મળ્યા હતા. વૃંદાવનમાં બંને નીમ કરોલી બાબાના સમાધિ આશ્રમ પહોંચ્યા. વિરાટ- અનુષ્કાના મેનેજરે જણાવ્યું કે બંને ધાર્મિક યાત્રા પર છે.

વિરાટ અને અનુષ્કાએ આ દરમિયાન મીડિયાથી અંતર રાખ્યું હતું. મળતી માહિતી મુજબ, બંનેએ લગભગ એક કલાક સુધી આશ્રમની અંદર રહીને ધ્યાન કર્યું. વિરાટ અને અનુષ્કા નીમ કરોલી બાબાના પરમ ભક્ત છે. ગયા વર્ષે પણ બંને ઉત્તરાખંડના કૈંચી ધામ સ્થિત તેમના આશ્રમ પહોંચ્યા હતા.

આશ્રમમાં તપ કરીને લીધા આશીર્વાદ
4 જાન્યુઆરીની સવારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વૃંદાવનના પ્રખ્યાત નીમ કરોલી બાબાની સમાધિ સ્થળની મુલાકાત લીધી હતી. આ પછી બંને માતા આનંદમયી આશ્રમ જવા રવાના થયા. તેમનો કાર્યક્રમ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યો હતો.

વિરાટ-અનુષ્કા બુધવારે બપોરે વૃદાનવન પહોંચવાના હતા પરંતુ તેઓ તેમના નિર્ધારિત કાર્યક્રમ પહેલા સવારે નીમ કરોલી બાબાના સમાધિ આશ્રમ પહોંચ્યા હતા. બંનેએ આશ્રમમાં ધ્યાન કર્યું અને આશીર્વાદ મેળવ્યા. આ દરમિયાન બંનેએ ત્યાંના સ્થાનિકો સાથે કેટલાક ફોટા પણ ક્લિક કર્યા હતા.

નીમ કરોલી બાબાના ભક્ત છે અનુષ્કા અને વિરાટ 
અનુષ્કા અને વિરાટ નીમ કરોલી બાબાના પરમ ભક્ત છે. ગયા વર્ષે નવેમ્બરમાં બંને ઉત્તરાખંડના કાકડી ઘાટ સ્થિત નીમ કરોલી બાબાના આશ્રમ પહોંચ્યા હતા. બંનેએ ત્યાં હનુમાનજીના મંદિરની સામે માથું ટેકવ્યું હતું. વિરાટ અને અનુષ્કાને નીમ કરોલી બાબામાં ઘણી શ્રદ્ધા છે, તેથી જ જ્યારે પણ સમય મળે છે ત્યારે બંને નીમ કરોલી બાબાના આશ્રમમાં જાય છે.

કોણ છે નીમ કરોલી બાબા
નીમ કરોલી બાબા દેશના મહાન સંતોમાંના એક માનવામાં આવે છે. તેમના ભક્તો પણ તેમને દિવ્યપુરુષ માને છે. ઉત્તરાખંડના કાકડી ધામ સ્થિત તેમના આશ્રમમાં દેશ-વિદેશમાંથી ભક્તો આવતા રહે છે.

પીએમ મોદી સહિત એપલના સ્થાપક સ્ટીવ જોબ્સ અને હોલીવુડ અભિનેત્રી જુલિયા રોબર્ટ્સ પણ તેમના ભક્તોમાં સામેલ છે. નીમ કરોલી બાબા હનુમાનજીના ઉપાસક હતા. તેમના ભક્તો તેમને હનુમાનજીનું સ્વરૂપ માને છે. જો કે નીમ કરોલી બાબા હવે આ દુનિયામાં નથી, તેમ છતાં તેમના ભક્તો તેમને ખૂબ જ ભક્તિભાવથી યાદ કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ