બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / Vijay Hazare Trophy 2023: Deepak Chahar took 6 wickets against Gujarat, know his statistics

ક્રિકેટ / એક જ મેચમાં સટાસટ 6 વિકેટ ખેરવી...: IPL 2024 પહેલા MS ધોનીના આ ખેલાડીએ મચાવ્યો તરખાટ, લઈ ચૂક્યો છે હેટ્રીક

Megha

Last Updated: 11:52 AM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં રમાઈ રહેલી વિજય હઝારે ટ્રોફીના બીજા તબક્કામાં રાજસ્થાનના ફાસ્ટ બોલર દીપક ચહરે ગુજરાત સામે 6 વિકેટ ઝડપી હતી. દીપકે તેની 10 ઓવરમાં 4.1ના ઈકોનોમી રેટથી 41 રન આપ્યા હતા.

  • વિજય હઝારે ટ્રોફીના બીજા તબક્કાની મેચમાં દીપક ચહરે 6 વિકેટ ઝડપી 
  • આ તેની લિસ્ટ-એ કારકિર્દીમાં અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે
  • 10 ઓવરમાં 4.1ના ઈકોનોમી રેટથી 41 રન આપીને 6 વિકેટ લીધી

IPL 2024નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.આ દરમિયાન એમએસ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચહરે બોલ સાથે અદભૂત પ્રદર્શન કર્યું છે. હાલમાં રમાઈ રહેલી વિજય હઝારે ટ્રોફીના બીજા તબક્કામાં રાજસ્થાનના ફાસ્ટ બોલર દીપક ચહરે ગુજરાત સામે 6 વિકેટ ઝડપી હતી. તેની ઘાતક બોલિંગ સામે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વિપક્ષી ટીમ 29 ઓવરમાં માત્ર 128 રન પર જ સિમિત રહી હતી. દીપકનું તેની લિસ્ટ-એ કારકિર્દીમાં અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ચાલો તેની બોલિંગ અને આંકડાઓ પર એક નજર કરીએ.

દીપકની બોલિંગ આવી હતી
વિપક્ષી બેટ્સમેન પાસે દીપકની બોલિંગનો કોઈ જવાબ નહોતો. તેણે ગુજરાતના ઓપનર પ્રિયાંક પંચાલ (3)ને બોલ્ડ કરીને પોતાની વિકેટ ખાતું ખોલાવ્યું હતું. આ પછી તેણે વિપક્ષના કેપ્ટન ચિંતન ગજા (0), પીયૂષ ચાવલા (18), વિશાલ જયસ્વાલ (1), જયવીર પરમાર (0) અને અર્જન નાગવાસવાલા (0)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. તેણે તેની 10 ઓવરમાં 4.1ના ઈકોનોમી રેટથી 41 રન આપીને 6 વિકેટ લીધી હતી.

દીપકે લિસ્ટ-A કારકિર્દીમાં પ્રથમ વખત 6 વિકેટ લીધી હતી
આ પ્રથમ વખત છે જ્યારે દીપકે લિસ્ટ-A ક્રિકેટમાં 6 વિકેટ લીધી હોય. આ તેની બીજી પાંચ વિકેટ છે. તેની લિસ્ટ-એ કારકિર્દીમાં તેણે 60 મેચમાં 28ની સરેરાશથી 82 વિકેટ ઝડપી છે. પોતાની સ્વિંગ બોલિંગ માટે જાણીતા દીપકે 2010માં લિસ્ટ-એ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં 2 વિકેટ ઝડપી હતી.

દીપકની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર એક નજર
દીપકે અત્યાર સુધી 13 વનડેમાં 30.56ની એવરેજ અને 5.75ના ઈકોનોમી રેટથી 16 વિકેટ લીધી છે. ODI ક્રિકેટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રન આપીને 3 વિકેટ ઝડપી છે. તેણે 24 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે, જેમાં તેણે 24.24ની એવરેજ અને 8.17ના ઈકોનોમી રેટથી 29 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે એક મેચમાં 6 વિકેટ પણ લીધી છે.

રોહિત શર્માએ દીપક ચહર પર કટાક્ષ કર્યો હતો
દીપક ચહરે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 7 ડિસેમ્બર 2022ના રોજ બાંગ્લાદેશ પ્રવાસ પર રમી હતી. 3 મેચની ODI સિરીઝની બીજી મેચમાં દીપક ચહર માત્ર 3 ઓવર બોલિંગ કર્યા બાદ ઈજાગ્રસ્ત થયો હતો અને તેણે મેચ છોડવી પડી હતી. આ મેચમાં ભારતને 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ કેપ્ટન રોહિત શર્માએ ઈશારા સાથે હાર માટે દીપક ચહરની ઈજાને જવાબદાર ગણાવી હતી. તેણે કહ્યું"જ્યારે તમે દેશ માટે રમવા આવો છો, ત્યારે તમારે સંપૂર્ણપણે ફિટ હોવું જોઈએ, આ રીતે અડધું ફિટ આવવું યોગ્ય નથી."

આ ઘટના બાદ દીપક ચહરને કોઈપણ સીરીઝમાં તક આપવામાં આવી નથી. તેની પાછળ રોહિત શર્માની નારાજગીનું કારણ ગણી શકાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ