બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Videos of Pakistan shameless mullahs on madrasas go viral

ચર્ચા / VIDEO : 'અમે ગે પેદા કરતી ફેક્ટરી સ્થાપી છે', મદરેસા પર પાક.ના બેશરમ મોલાનાનો વીડિયો વાયરલ

Kishor

Last Updated: 11:15 PM, 2 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'અમે એક એવો ઉદ્યોગ સ્થાપ્યો છે જે ગે પેદા કરે છે' પાકિસ્તાનના મૌલાનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • 'અમે એક એવો ઉદ્યોગ સ્થાપ્યો છે જે ગે પેદા કરે છે'
  • પાકિસ્તાનના મૌલાનાનો વીડિયો વાયરલ

દેશમાં ઈસ્લામનું શિક્ષણ આપતી મદરેસાને સમલેંગિક ઈન્ડસ્ટ્રી ગણાવી રહ્યા હોવાનો પાકિસ્તાનના મૌલાનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મૌલાના પાકિસ્તાનની મદરેસાઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે. જેને પગલે વાલીઓના ચિંતા જન્મી છે. જોકે મૌલાનાના દાવામાં કેટલું સત્ય છે? આ તપાસનો વિષય બની શકે છે.


મદરેસાઓથી ધર્મ ચાલતો ન હતો

 પાકિસ્તાનના 'અનટોલ્ડ' નામના ટ્વિટર હેન્ડલ પર પાકિસ્તાનના મૌલાનાનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં મૌલાના 'દરેક વ્યક્તિ જાણે છે... અમે એક એવો ઉદ્યોગ સ્થાપ્યો છે જે ગે પેદા કરે છે. કહેતા દ્રશ્યમાન થઈ રહ્યા છે. વધુમાં ગલી ગલીમાં મસ્જિદો બની રહી છે.આ મુદ્દો એ રીતે ઉકેલાશે નહી આ મદરેસાઓ નાબૂદ કરવી જોઈએ. આ મદરેસાઓથી ધર્મ ચાલતો ન હતો.

શરૂઆતમાં બાળકને ઘરે જ ભણાવો

વીડિયોમાં મૌલાના બાળકોને મદરેસાથી દૂર રાખવા લોકોને અપીલ કરી રહ્યા છે. બાળકોને મદરેસાથી દૂર રાખવનું કહી મૌલાના મેટ્રિક પછી બાળકોને મોકલવા અનુરોધ કરે છે. શરૂઆતમાં બાળકને ઘરે જ ભણાવો. એટલું જ નહીં, મૌલાના કહે છે કે બાળક ભણતું ન હોય તો પણ વાંધો નથી. પરંતુ તેને ઘરમાં જ સુરક્ષિત રાખવું જોઈએ. મહત્વનું છે કે પાકિસ્તાનમાં ચાલતા મદરેસાઓ પર અગાઉ પણ ગંભીર આક્ષેપો સાથે સવાલો ઉઠ્યા હતા. ગત વર્ષે ઓગસ્ટમાં પાકિસ્તાનના પંજાબમાં એક મદરેસાના શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. શિક્ષક પર 10 સગીર વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કરવાનો આરોપ હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ