બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / Video: The Houthi hijacked the ship midway with the help of a helicopter, entire staff was taken hostage at gun point

હાઈજેક / Video: હેલિકોપ્ટરના સહારે અધવચ્ચે જ જહાજને વિદ્રોહીએ કરી લીધું હાઇજેક, ગન પોઈન્ટ પર જુઓ કેવી રીતે આખાય સ્ટાફને બાનમાં લઇ લીધો

Megha

Last Updated: 08:18 AM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૂતી વિદ્રોહીઓ દ્વારા હાઇજેક કરાયેલા કાર્ગો જહાજ 'ગેલેક્સી લીડર' તુર્કીથી ભારત જઈ રહ્યું હતું ત્યારે રવિવારે તેનું હાઈજેક કરવામાં આવ્યું હતું, હવે તેના હાઇજેકનો એક વિડીયો સામે આવ્યો છે.

  • હાઇજેક કરાયેલા કાર્ગો જહાજ 'ગેલેક્સી લીડર'નો એક કથિત વીડિયો સામે આવ્યો
  • આ જહાજ તુર્કીથી ભારત જઈ રહ્યું હતું ત્યારે રવિવારે તેનું હાઈજેક કરવામાં આવ્યું હતું
  • હૂતી ના પ્રવક્તાએ જણાવ્યું કે હાઇજેકિંગ 'માત્ર શરૂઆત' હતી, વધુ દરિયાઇ હુમલા ચાલુ રહેશે

યમનના હૂતી વિદ્રોહીઓ દ્વારા હાઇજેક કરાયેલા કાર્ગો જહાજ 'ગેલેક્સી લીડર'નો એક કથિત વીડિયો સામે આવ્યો છે. જણાવી દઈએ કે હમાસ સામેના યુદ્ધમાં ઈઝરાયલના જહાજોને નિશાન બનાવવાનું વચન આપનારા વિદ્રોહીઓ એ વાત પર જોર આપી રહ્યા છે કે જહાજ ઈઝરાયલનું હોવું જોઈએ જેનું પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલે આ વાતને નકારી કાઢી છે અને કહ્યું છે કે તેના જહાજ પર ઈઝરાયલનો કોઈ નાગરિક પણ નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ જહાજ તુર્કીથી ભારત જઈ રહ્યું હતું ત્યારે રવિવારે તેનું હાઈજેક કરવામાં આવ્યું હતું. એવામાં હવે હાઈજેકની બે મિનિટની ક્લિપમાં બતાવવામાં આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હૂતી વિદ્રોહીઓ હેલિકોપ્ટરમાં આવ્યા હતા જે જહાજના ડેક પર ઉતર્યા હતા, જ્યાં કોઈ નહોતું. પછી સૂત્રોચ્ચાર અને ગોળીબાર કરતા, તેઓ વ્હીલહાઉસ અને કંટ્રોલ સેન્ટરને કબજે કરીને ડેકની આજુબાજુ દોડે છે.

વીડિયોમાં જોવા મળે છે કે ક્રૂ મેમ્બર્સમાંથી કેટલાક આશ્ચર્યમાં હાથ ઉંચા કરતા જોવા મળે છે. અન્ય વિદ્રોહીઓ જહાજ પર ગોળીબાર કરીને ભાગી જતા જોઈ શકાય છે. એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જહાજને હોદેઇદા પ્રાંતના સલીફના યમન બંદરે પરત મોકલવામાં આવ્યું છે.

હૂતી ના પ્રવક્તા મોહમ્મદ અબ્દુલ-સલામએ રવિવારે ટ્વિટર પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાઇજેકિંગ 'માત્ર શરૂઆત' હતી અને જ્યાં સુધી ઇઝરાયલ ગાઝા અભિયાનને અટકાવે નહીં ત્યાં સુધી વધુ દરિયાઇ હુમલા ચાલુ રહેશે.

એવું માનવામાં આવે છે કે આ જહાજમાં વિવિધ દેશોના લગભગ 25 ક્રૂ મેમ્બર હતા. તેની માલિકી એક બ્રિટિશ કંપનીની છે, જે ઈઝરાયલના ટાયકૂન અબ્રાહમ 'રામી' ઉંગર સાથે જોડાયેલી છે. હાઇજેક સમયે જહાજ જાપાનની એક કંપનીને લીઝ પર આપવામાં આવ્યું હતું.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુના કાર્યાલય તરફથી X પરની એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, 'ઇઝરાયલ આંતરરાષ્ટ્રીય જહાજ પર ઇરાની હુમલાની સખત નિંદા કરે છે.' અન્ય પોસ્ટમાં લખ્યું છે કે, 'આ ઈરાની આતંકવાદનું બીજું કૃત્ય છે અને વૈશ્વિક શિપિંગ લેનની સુરક્ષાને લગતા આંતરરાષ્ટ્રીય પરિણામો સાથે મુક્ત વિશ્વના નાગરિકો સામે ઈરાની આક્રમણમાં એક છલાંગ છે છે.' જો કે બીજી તરફ ઈરાને આ આરોપોને નકારી કાઢ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ