બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / VIDEO: Ramesh Dhadook raised his hand and called, Rambhai said - You don't write the name in the card, you seem to be afraid of Ola Bei...

રાજકોટ / VIDEO: રમેશ ધડૂકે હાથ ઊંચો કરીને બોલાવ્યા, રામભાઇએ કહ્યું- કાર્ડમાં નામ તો લખતા નથી, ઓલા બેથી ડરતાં લાગો છો...

Vishal Khamar

Last Updated: 11:30 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ ખાતે યોજાયેલ પોલીસ સ્ટેશનનાં લોકાર્પણ કાર્યક્રમમાં ભાજપનાં સૌ પદાધિકારીઓ ઉપસ્થિત હતા. ત્યારે રાજકોટ સાંસદ રામ મોકરિયાએ નામ લીધા વગર સાંસદ રમેશ ધડુકને ટોણો કાર્યો હતો. તેમ કહ્યું હતું કે તમે ઓલા બંનેથી બીતા લાગો છો.

  • રાજકોટમાં રામ મોકરિયાએ નામ લીધા વગર જ સાંસદ રમેશ ધડુકને ટોણો માર્યો
  • કાર્ડમાં નામ લખતા નથી અને આમ વખાણ કરો છો- મોકરિયા 
  • તમે ઓલા બંન્નેથી બીતા લાગો છો- મોકરીયા 

 રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે રાજકોટની મુલાકાતે હતા. ત્યારે ગૃહરાજ્ય મંત્રીએ રાજકોટનાં મેટોડામાં નવનિર્મિત 5 પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, સાંસદ મોહન કુંડારીયા, રામ મોકરિયા, રમેશ ધડુક તેમજ ભાજપનાં કાર્યકરો હાજર રહ્યા હતા.

રામભાઈ મોકરિયા

સાંસદ રામભાઈ મોકરિયાનાં ટોણાથી અનેક તર્ક વીતર્કો સર્જાયા

પોલીસ સ્ટેશનનાં લોકાર્પણ કર્યા બાદ તમામ લોકો પોલીસ મથકમાં રહેલ તમામ સુવિધાઓનું નીરીક્ષણ કરી રહ્યા હતા. તે દરમ્યાન રામભાઈ મોકરિયા, રમેશ ધડુક સાથે સાથે બહાર નીકળી રહ્યા હતા. તે દરમ્યાન સાંસદ રામભાઈ મોકરિયાએ નામ લીધા વગર રમેશ ધડુકને ટોણો માર્યો હતો કે કાર્ડમાં નામ લખતા નથી અને આમ વખાણ કરો છો. તમે ઓલા બંનેથી બીતા લાગો છે. ત્યારે સાંસદ રામભાઈ મોકરિયાનાં ટોણાથી અનેક તર્ક વીતર્કો સર્જાયા છે.
એક સાંસદ દ્વારા બીજી સાંસદને ટોણો મારતા મુદ્દો ચર્ચાસ્પદ બન્યો
એક સાંસદ દ્વારા બીજા સાંસદ પર ટોણો મારતા ફરી રાજકોટનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમજ રામભાઈ મોકરિયા દ્વારા સ્પેશ્યલ "ઓલા બંને " શબ્દનો પણ ઉલ્લેખ કરવામાં આવતા હવે આ મુદ્દો રાજકોટમાં ચર્ચાનાં ચગડોળે ચડ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ