બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Rahul showed power after became the captain, two captains came face to face in a live match
લાઈવ મેચમાં સામસામે આવી ગયા બંને ટીમના કેપ્ટન
KL રાહુલનો SAના ખેલાડીઓ સાથે શાબ્દિક યુદ્ધ
ડીન એલ્ગરે KL રાહુલના આઉટ થવા પર કરી કોમેન્ટ્રી
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાના મજબૂત ઓપનર KL રાહુલને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં વિરાટ કોહલીના સ્થાને કેપ્ટનશીપ કરવાની તક મળી છે. KLરાહુલે સાઉથ આફ્રિકા સામે તેની કેપ્ટનશિપમાં શાનદાર વલણ દાખવ્યું હતું. વાસ્તવમાં બીજી ઈનિંગમાં મેદાન પર જ KL રાહુલ અને આફ્રિકન કેપ્ટન ડીન એલ્ગર વચ્ચે ટક્કર થઈ હતી.
KL રાહુલની આફ્રિકન કેપ્ટન સાથે ટક્કર
7મી ઓવરમાં ભારતની બીજી ઇનિંગ દરમિયાન, જ્યારે KL રાહુલ 8 રન બનાવીને આઉટ થઈને પેવેલિયન પરત ફરી રહ્યો હતો, ત્યારે આફ્રિકન કેપ્ટન ડીન એલ્ગર તેના પર કોમેન્ટ્રી કરી રહ્યો હતો, જે ભારતીય કેપ્ટન KL રાહુલ ને સારું ન લાગ્યું. ત્યારબાદ KL રાહુલે પણ રોકાઈને ડીન એલ્ગરને જડબાતોડ જવાબ આપ્યો. રાહુલ અને દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગર વચ્ચે દલીલો શરૂ થઈ ગઈ.
ADVERTISEMENT
આ બાબતે મેદાન વચ્ચે આવી ગયા સામસામે
બન્યું એવું કે KL રાહુલ બીજી ઇનિંગની 7મી ઓવરમાં માર્કો જેન્સન દ્વારા આઉટ થયા બાદ પેવેલિયન તરફ જઈ રહ્યો હતો. તે બીજી સ્લિપમાં એડન માર્કરામના હાથે કેચ આઉટ થયો હતો. આ ક્લોઝ કોલમાં થર્ડ અમ્પાયર દ્વારા આઉટ થયા આપ્યા બાદ KL રાહુલ દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ સાથે શાબ્દિક યુદ્ધ કરતા જોવા મળ્યો હતો. મેદાન પરના અમ્પાયરો દ્વારા નિર્ણય લેવામાં આવે તે પહેલા KLરાહુલે પેવેલિયન જવા માટે કોઈ રસ દાખવ્યો ન હતો. રિપ્લેમાં, એવું લાગતું હતું કે બોલ માર્કરામની હથેળીની વચ્ચે હતો, પરંતુ અમ્પાયરે તેને આઉટ આપ્યો. અમ્પાયર દ્વારા આઉટ આપ્યા બાદ KLરાહુલ અને દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગર વચ્ચે દલીલ થઈ હતી.
પ્રથમ ઇનિંગ દરમિયાન પણ આવી જ ઘટના બની
KL રાહુલ નિરાશામાં માથું હલાવીને મેદાનની બહાર જતો જોવા મળ્યો હતો. દક્ષિણ આફ્રિકાના પ્રથમ ઇનિંગ દરમિયાન પણ આવી જ ઘટના બની હતી, જ્યારે રેસી વાન ડેર ડ્યુસેનને મેદાન પરના અમ્પાયરે આઉટ આપ્યો હતો. જે સમયે રાહુલ આઉટ થયો તે સમયે ક્રિઝ પર ઘણો ડ્રામા હતો. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત 58 રનની લીડ ધરાવે છે. સ્ટમ્પ સુધી બીજી ઇનિંગમાં ભારતનો સ્કોર 2 વિકેટે 85 રન છે. ચેતેશ્વર પૂજારા 35 અને અજિંક્ય રહાણે 11 રને અણનમ છે. મયંક અગ્રવાલે 23 અને KL રાહુલે 8 રન બનાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.