બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VIDEO: Now Rahul Gandhi became a chef, appeared in a factory in Tamil Nadu, also made chocolate, shared a unique story

VIDEO / હવે રાહુલ ગાંધી બન્યાં શેફ, ફેક્ટરીમાં ચોકલેટ બનાવવા પર અજમાવ્યો હાથ, ખુદ શેર કર્યો વીડિયો

Pravin Joshi

Last Updated: 05:06 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજકાલ પોતાની અલગ સ્ટાઈલને કારણે ચર્ચામાં છે. આ વખતે ફરી તેણે પોતાનો નવો લુક લોકોની સામે રજૂ કર્યો છે. કોંગ્રેસના નેતાએ તમિલનાડુના ઉટીમાં એક ચોકલેટ ફેક્ટરીની મુલાકાત લીધી અને અહીં ચોકલેટ પણ બનાવી.

  • રાહુલ ગાંધીએ ઉટીમાં ચોકલેટ ફેક્ટરીએ પહોંચી લોકો સાથે ચર્ચા કરી
  • કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ તેમની વાતચીતનો વીડિયો શેર કર્યો 
  • આ વીડિયોમાં તેનો શેફ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે તમિલનાડુના ઉટીમાં એક ચોકલેટ ફેક્ટરીની મુલાકાતનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ચોકલેટ બનાવવા અને GST પર ચર્ચા કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમણે મોદીની ચોકલેટની વાર્તા પણ સંભળાવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વીડિયોની ક્લિપ શેર કરતા 53 વર્ષીય કોંગ્રેસ નેતાએ લખ્યું, '70 અતુલ્ય મહિલાઓની ટીમ ઊટીમાં એક પ્રખ્યાત ચોકલેટ ફેક્ટરી ચલાવે છે. મોદીની ચોકલેટની વાર્તા ભારતના MSMEની વિશાળ સંભાવનાનો અદ્ભુત સાક્ષી છે. મારી તાજેતરની નીલગીરીની મુલાકાત દરમિયાન જે કંઈ પણ પ્રકાશમાં આવ્યું તે અહીં જોઈ શકાય છે.

રાહુલ ગાંધીએ બનાવી ચોકલેટ

સાત મિનિટના આ વીડિયોમાં રાહુલ ગાંધી બેકર બનીને ફેક્ટરીમાં ચોકલેટ બનાવવાની પ્રક્રિયા શીખતા જોઈ શકાય છે. આ દરમિયાન તે થોડું તમિલ શીખવાનો પ્રયાસ પણ કરતો જોવા મળે છે. તે મહિલાઓને પૂછે છે, 'હું તેને તમિલમાં કેવી રીતે કહી શકું?' રાહુલ ગાંધીએ તેમની નાની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું, 'તમે મારી બહેનને અહીં બોલાવો.' 

 

પહાડી શહેરની મુલાકાત લીધી

રાહુલ ગાંધીએ કેરળના વાયનાડમાં તેમના લોકસભા મતવિસ્તારમાં જતા સમયે નીલગીરીમાં આવેલા પ્રખ્યાત પહાડી શહેરની મુલાકાત લીધી હતી. તેમની યુટ્યુબ ચેનલ પર સંપૂર્ણ વીડિયો શેર કરતાં ગાંધીએ કહ્યું, 'આ નાના વ્યવસાય પાછળ દંપતી, મુરલીધર રાવ અને સ્વાતિની સાહસિક ભાવના પ્રેરણાદાયી છે. તેની સાથે કામ કરતી સમગ્ર મહિલા ટીમ પણ એટલી જ નોંધપાત્ર છે. 70 મહિલાઓની આ સમર્પિત ટીમ મેં ચાખેલી શ્રેષ્ઠ કોચર ચોકલેટ બનાવે છે.

GSTને 'ગબ્બર સિંહ ટેક્સ' ગણાવ્યો

GSTને 'ગબ્બર સિંહ ટેક્સ' ગણાવતા તેમણે કહ્યું હતું કે 'ભારતભરના અસંખ્ય નાના અને મધ્યમ ઉદ્યોગોની જેમ મોદી પણ સમાન હરીફ ગબ્બર સિંહ ટેક્સના બોજથી ઝઝૂમી રહ્યા છે.' રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા. આરોપ લગાવ્યો કે 'એવું લાગે છે કે સરકાર MSME સેક્ટરને નુકસાન પહોંચાડતી વખતે મોટા કોર્પોરેશનોની તરફેણ કરી રહી હોય તેવું લાગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Chef Tamilnadu Video appeared congress factory madechocolate rahulgandhi sharedstory Rahul Gandhi became a chef
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ