બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO Kriti Kharbanda's house entry after marriage Dancing with Pulkit Samrat

મનોરંજન / VIDEO : લગ્ન બાદ કૃતિ ખરબંદાનો ગૃહપ્રવેશ, પુલકિત સમ્રાટ સાથે ડાન્સ કરતી દેખાઈ દુલ્હન

Megha

Last Updated: 10:16 AM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાના લગ્ન પછીની તસવીરો- વિડીયો વાયરલ થઈ રહ્યા છે. લગ્ન પછી કૃતિએ પુલકિતના ઘરે ગૃહ પ્રવેશ કર્યું જ્યાં તેનું સ્વાગત ઢોલ દ્વારા કરવામાં આવ્યું હતું.

બૉલીવુડમાં લગ્નની સિઝન ચાલી રહી છે, લાંબા સમયથી ચર્ચામાં રહેલ પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. 15 માર્ચે, હરિયાણાના માનેસરમાં કપલે સાત ફેરા ફર્યા હતા અને એમને પોતાના ખાસ દિવસની ઝલક પણ શેર કરી છે. 

બંનેના લગ્નની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા. એવામાં હવે વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં લગ્ન પછી કૃતિ દિલ્હીમાં પુલકિતના ઘરે ગૃહ પ્રવેશ કરી રહી છે અને ત્યાં તેનું સ્વાગત ઢોલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ દરમિયાન નવદંપતીએ જોરશોરથી ડાન્સ કર્યો હતો.  

જ્યારે અભિનેત્રીઓ કૃતિ ખરબંદા અને પુલકિત સમ્રાટ ગઈકાલે સાંજે તેમના દિલ્હી-એનસીઆર ઘરે પહોંચી, ત્યારે તેઓએ ત્યાં પેપ્સ માટે પોઝ આપ્યો ન હતો, પરંતુ તેમનો એક ડાન્સિંગ વીડિયો ચોક્કસપણે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કૃતિ ખરબંદા સિંદૂર, મંગલસૂત્ર અને લાલ બંગડીઓ પહેરીને ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. કૃતિએ લાલ કલરની સાડીમાં તો પુલકિત કુર્તા અને ધોતીમાં જોવા મળ્યો હતો. 

વધુ વાંચો: એડ શીરનની પાર્ટીમાં આર્યન ખાનની એન્ટ્રી, લુક જોઇ ફેન્સે કર્યો ટ્રોલ, પૂછ્યું 'આ કાયમ નશામાં જ...'

પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાના લગ્નના ફોટો બાદ હવે ગ્રહ પ્રવેશનો વીડિયો પણ સામે આવ્યો છે. આ દરમિયાન કપલે ઢોલના તાલે ખૂબ ડાન્સ કર્યો હતો. પુલકિતના દિલ્હીના ઘરની બહારના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે અને આ દરમિયાન તેના પરિવારના સભ્યો પણ જોવા મળ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ