બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: After watching this video of MS Dhoni, you will hold your belly and laugh, see who did the funny act in Bengali language

ક્રિકેટ / VIDEO: MS ધોનીનો આ વીડિયો જોઈને પેટ પકડીને હસી પડશો, બાંગ્લા ભાષામાં જુઓ કોની ફની એક્ટિંગ કરી

Megha

Last Updated: 03:55 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેન્દ્ર સિંહ ધોનીનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેને કહ્યું કે બાંગ્લાદેશી ટીમની યોજનાને સમજ્યા બાદ તેને આગળ રમવાની પોતાની યોજના બનાવી

  • મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે
  • એક મેચમાં બાંગ્લાદેશી ટીમના પ્લાનને સમજીને પ્લાન બનાવ્યો 
  • ધોની બેટિંગ કરી રહ્યો હતો ત્યારે કીપરે ફાસ્ટ બોલરને કંઈક કહ્યું

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. પરંતુ આજે પણ તેના ચાહકોમાં તેનો ક્રેઝ એવો જ છે. દરરોજ તેના ફેન્સ સોશિયલ મીડિયા પર કોઈને કોઈ પોસ્ટ કરતા રહે છે, જે જણાવે છે કે ધોની શા માટે એક મહાન ખેલાડી છે. હાલમાં, આવી જ એક સ્ટોરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તેણે જણાવ્યું કે કેવી રીતે તે બાંગ્લાદેશી ટીમના પ્લાનને સમજ્યો અને તે મુજબ પોતાનો ગેમ પ્લાન બનાવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આજકાલ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. થોડા દિવસ પહેલા જ તેમનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તેણે અપરિણીત છોકરાઓને ચેતવતા કહ્યું હતું કે, ક્યારેય એવું ન વિચારતા કે તમારી વાળી અલગ છે. આ વીડિયો બાદ હવે વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

આ વીડિયોમાં ધોની જણાવે છે કે તેણે બાંગ્લાદેશી ટીમની યોજનાને સમજ્યા બાદ કેવી રીતે તેની રમત રમી. વીડિયોમાં ધોની કહે છે, 'હું ખડગપુરમાં રેલવેમાં કામ કરતો હતો, તેથી હું બંગાળી સારી રીતે જાણતો હતો. આજે હું બંગાળી સારી રીતે બોલી શકતો નથી પણ હું સમજી શકું છું. અમે બાંગ્લાદેશમાં મેચ રમી રહ્યા હતા. જ્યારે હું બેટિંગ કરી રહ્યો હતો ત્યારે કીપરે ફાસ્ટ બોલરને કંઈક કહ્યું. તેઓ જાણતા ન હતા કે હું બંગાળી જાણું છું. હું સમજી ગયો કે બોલર કેવો બોલ નાખવાનો છે.' તેણે વધુમાં કહ્યું કે, અમે મેચ પૂરી થયા પછી વાત કરી રહ્યા હતા. મારી પ્રતિક્રિયા જોયા પછી તેણે કહ્યું કે બંગાળી સમજે છે.

લોકોએ જબરદસ્ત પ્રતિક્રિયા આપી
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે કે તે (ધોની) હંમેશા એક ડગલું આગળ રહે છે. ધોનીની આ સ્ટોરી સાંભળ્યા બાદ એક યુઝરે લખ્યું- તે માઇન્ડ ગેમમાં બે ડગલાં આગળ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ