બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / verification is mandatory if you do not verify your itr

કામની ખબર / સમયસર IT રિટર્ન ફાઇલ થઇ ગયું છતાંય ભરવો પડશે રૂ. 5 હજાર દંડ, ફૉલો કરવો પડશે આ નિયમ, જાણો કેમ

Bijal Vyas

Last Updated: 10:24 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાકીય વર્ષ 2022-23 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ 31 જુલાઈએ પસાર થઈ ગઈ છે, હવે દંડ સાથે ITR ફાઇલ કરવુ પડશે.

  • ITRની વેરિફિકેશન ફાઇલ કરવા જેટલી જ મહત્વપૂર્ણ છે
  • સમય દરમિયાન ITR ફાઇલ નહીં કરો તો તમારે 5000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે
  • આ રીતે કરો આઇટીઆર વેરિફિકેશન

ITR verification: નાણાકીય વર્ષ 2022-23 માટે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ પણ 31 જુલાઈએ પસાર થઈ ગઈ છે. તે બધા જાણે છે કે જે લોકો આ સમયમર્યાદા સુધી ITR ફાઇલ નહીં કરે તેમને હવે દંડ સાથે ITR ફાઇલ કરવુ પડશે. પરંતુ શું તમે જાણો છો કે ITR ફાઈલ કર્યા પછી, જો તમે તેને વેરિફિકેશન નથી કરાવતા, તો તમારે સમયસર ફાઇલ કરવા છતાં 5000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે. જો તમે ITR ફાઇલ કર્યા પછી હજુ સુધી ITR ચકાસ્યું નથી, તો તમારે શક્ય તેટલી વહેલી તકે તેની ચકાસણી કરવી જોઈએ. ITRની વેરિફિકેશન ફાઇલ કરવા જેટલી જ મહત્વપૂર્ણ છે. આવો જાણીએ કે, તમે ITR વેરિફિકેશન કેવી રીતે કરી શકો છો.

કરદાતાઓને મોટી રાહત, આવકવેરા વિભાગે જારી કર્યાં ઓનલાઈન ITR-1 અને ITR-4  ફોર્મ, કોણે કયું ફોર્મ ભરવાનું? / Income Tax Return Filing: Online ITR-1  and ITR-4 Forms Released, Know Who ...

ટાઇમ પર વેરિફાઇ નહી કર્યુ તો ભરવો પડશે દંડ
મોટાભાગના કરદાતાઓ તેને ફાઇલ કરવાની સાથે તેમના આઇટીઆરની ચકાસણી કરાવે છે. પરંતુ કેટલીકવાર કેટલાક લોકો તેને કોઈ કારણોસર ટાળે છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે ITR વેરિફિકેશનનો સમય નીકળી જાય અને તમારે પછીથી પેનલ્ટી ચૂકવવી પડશે. ઉલ્લેખનીય છે કે, ITR ફાઇલ કર્યા પછી, તમને તેના વેરિફિકેશન માટે 30 દિવસનો સમય મળે છે. જો તમે આ સમય દરમિયાન ITR ફાઇલ નહીં કરો તો તમારે 5000 રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

વેરિફિકેશન વિના નહીં મળે રિફન્ડ
જો તમને આઈટીઆરમાં રિફન્ડ આપવામાં આવી રહ્યું છે, તો વેરિફિકેશન વિના તમને તે પણ નહીં મળે. તેથી, ITR ફાઇલ કરવાની સાથે, તેની ચકાસણી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ITR ફાઇલ કર્યા પછી ટેક્સપેયર્સની તેની ચકાસણી માટે 120 દિવસનો લાંબો સમય મળે છે. પરંતુ હવે તે ઘટાડવામાં આવ્યો છે. હવે ટેક્સપેયર્સને ITR ચકાસવા માટે માત્ર 30 દિવસનો સમય મળે છે.

5000 રૂપિયાના દંડથી બચવું હોય તો છેલ્લો ચાન્સ: જાણો 15 જ મિનિટમાં કઈ રીતે  તમે જાતે ભરી શકો છો ITR / The last date for filing Income Tax Return (ITR)  is approaching.

કેવી રીતે કરવું આઇટીઆર વેરિફિકેશન ?
આવકવેરા રિટર્નની ચકાસણી કરવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે. આ માટે, તમને આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ, ડીમેટ એકાઉન્ટ, નેટ બેંકિંગ જેવા ઘણા વિકલ્પો મળે છે, જેના દ્વારા તમે થોડીવારમાં સરળતાથી ITR વેરિફિકેશન કરી શકો છો. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, તમારી પાસે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોવો આવશ્યક છે. આ નંબર પર તમને એક OTP મોકલવામાં આવે છે, તે સબમિટ થતાં જ વેરિફિકેશન પૂર્ણ થઈ જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ