બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Vadodara city police commissioner orders mass transfer of 84 personnel of Rawapura police station

રિયલ લાઈફ સિંઘમ / વડોદરાના કમિશનર શમશેર સિંઘે ફરી સપાટો બોલાવ્યો: PI, PSI સહિત એકઝાટકે 84નું ટ્રાન્સફર, 87ની નિમણૂક

ParthB

Last Updated: 10:15 AM, 5 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા એકા એક રાવપુરા પોલીસ સ્ટેશનના 84 કર્મીઓની સામુહિક બદલીનો હુકમ કરતાં પોલીસ બેડામાં સોપો પડી ગયો હતો.

  • વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘે ફરી એકવાર સપાટો બોલાવ્યો 
  • રાવપુરા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફની કરી બદલી
  • PI, PSI, ASI, હેડ કોન્સ્ટેબલ સહિત 84 લોકોની કરી બદલી 

વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેર સિંઘે એકા એક રાવપુરા પોલીસ સ્ટેશનના 84 કર્મીઓની સામુહિક બદલીનો હુકમ કરી દેતાં સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પણ આજ રીતે તમામની કરી બદલી હતી. 

વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘે ફરી એકવાર સપાટો બોલાવ્યો 

વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન વારંવાર વિવાદમાં આવતા વડોદરા શહેર પોલીસ કમિશનર શમશેર સિંઘે રાવપુરા પોલીસ સ્ટેશનના LRD થી લઇ ASI સુધીના 84 પોલીસ કર્મીઓની વિવિધ પોલીસ મથકોમા સામુહિક બદલી કરી દેવામાં આવી છે. તે સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી 87 કર્મીઓની રાવપુરા પોલીસ સ્ટેશનમાં બદલીના હુકમ કરી નિમણૂક કરવામાં આવી છે.

રાવપુરા પોલીસ સ્ટેશન વારંવાર વિવાદમાં આવતા પોલીસ કમિશનર લીધો નિર્ણય

રાવપુરા પોલીસ સ્ટેશનના એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પણ બદલી કરવામાં આવી છે અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને મુકવામાં આવ્યા છે. આમ કમિશનર દ્વારા એકા એકકરવામાં આવેલી કાર્યવાહીથી LRDથી લઇ ASI રેંકમાં આવતા પોલીસ કર્મીઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ