ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Vadodara: Aman Rana abducted his wife and daughter, later molested the body of the 8-year-old daughter.
Last Updated: 07:27 PM, 12 September 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
સમગ્ર બનાવની વિગત એવી છે કે એક માસ પહેલા અમાન રાણા ફરિયાદીની પત્નિને તેની આઠ વર્ષીય દિકરી સાથે ભોળવીને ભગાડી ગયો હતો. તે બાદ પરણીતાનાં પતિ દ્વારા આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્યારે યુવક બેંગ્લોર હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ દ્વારા બેંગ્લોરથી અમાન રાણા, પરણીતા તેમજ બાળકીને શોધી કાઢ્યા હતા. ત્યાર બાદ પરણીતાની પૂછપરછ હાથ ધરતા મહિલાએ મરજીથી યુવક સાથે ગઈ હોવાનું સ્વીકાર્યું હતું. જે બાદ બાળકીનો કબ્જો તેનાં પિતાને સોંપી દેવામાં આવ્યો હતો.

ADVERTISEMENT
સગીરાએ તેનાં પિતા સમક્ષ ઘટસ્ફોટ કરતા પોક્સો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
બેંગ્લોરથી વડોદરા પરત લાવ્યા બાદ આઠ વર્ષીય બાળકીએ તેનાં પિતા સમક્ષ ઘટસ્ફેટ કર્યો હતો. જેમાં યુવક અમાન રાણા દ્વારા સગીરા સાથે શારીરીક અડપલા કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. જે બાદ પોલીસે યુવક અમાન રાણા વિરૂદ્ધ વધુ એક પોક્સોની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. ઓગસ્ટમાં ગુનો દાખલ થયા બાદ અમાન ફરાર હતો. બાપોદ પોલીસની ટીમે બેંગ્લોર સહિત વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. ત્યારે અમાન રાણા બેંગ્લોરથી પોલીસનાં હાથે ઝડપાઈ જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT
ફરિયાદનાં આધારે અમાન રાણાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
આ બાબતે વડોદરા ઝોન-4 નાં ડીસીપીસ પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, બાપોદ પોલીસ મથકે ખાતે એક પોક્સો મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે ફરિયાદીનાં જણાવ્યા મુજબ તેમની દીકરી સાથે આરોપીએ બેગ્લોર ખાતે અને બાપોદ પોલીસ મથકની હદમાં જાતીય સતામણી કરેલ હતી. જેથી ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ અમાન રાણાની બાપોદ પોલીસે ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Daily Dose / શું ગરમ પાણી પીવાથી વજન ઘટે?
ADVERTISEMENT
ADVERTISEMENT