બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ભારત / Uttarkashi 41 laborers trapped in Uttarkashi tunnel will come out soon worked on a war footing to get these workers out.

ગર્વ છે.. / આ છે ઉત્તરકાશી ટનલ રેસ્ક્યૂ ઓપરેશનના અસલી હીરો..: જેને આજે આખું ભારત કરી રહ્યું છે સલામ

Pravin Joshi

Last Updated: 09:03 AM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttarkashi Tunnel Rescue : ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં 17માં દિવસે મોટી સફળતા મળી છે. ટનલની અંદર ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.

  • ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં 17માં દિવસે મોટી સફળતા મળી 
  • ટનલની અંદર ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા 
  • સફળ બચાવ કામગીરીમાં અનેક લોકોએ મહત્વની ભુમિકા ભજવી

ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં 17માં દિવસે મોટી સફળતા મળી છે. ટનલની અંદર ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. મજૂરોના સંબંધીઓ, પરિવારના સભ્યો સુરંગની બહાર તેમના બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા તો સાથે સાથે આખો દેશ તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરી રહ્યો હતો. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ કામદારોને બહાર કાઢ્યા પછી તેમની પ્રારંભિક તબીબી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ માટે તબીબો અને નિષ્ણાતોની ટીમ ત્યાં તૈનાત પણ તૈનાત હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ સમગ્ર ઘટના પર નજર રાખી રહ્યા હતા. તેઓ ઉત્તરાખંડના મુખ્યમંત્રીના ફોન પર પળે પળની અપડેટ્સ લઈ રહ્યા હતા. પીએમઓના ઘણા અધિકારીઓ પણ ટનલની બહાર હાજર હતા.

41 શ્રમિકોને મળશે નવજીવન: ઉત્તરકાશીથી આવી ગયા ગુડ ન્યૂઝ, આખરે સફળ થયું  રેસ્ક્યૂ ઓપરેશન, દ્રશ્યો જોઈને ભાવુક થઈ જશો | The lives of 41 workers  trapped in a tunnel ...

તમને જણાવી દઈએ કે NDRF, SDRF, ભારતીય સેના અને અન્ય રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. જેમાંથી ઘણા લોકોએ અને અધિકારીઓએ 41 ફસાયેલા મજૂરોના બચાવ કાર્યમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જો કે, અમે એવા મહત્વના નામો વિશે જણાવી રહ્યા છીએ જેમણે આ સફળ બચાવ કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આવો તેમના વિશે જાણીએ..

BIG BREAKING : સુરંગમાં જિંદગીની જીત ! 17 દિવસ બાદ મોતના મોંઢામાંથી બહાર  આવ્યાં મજૂરો, રેસ્ક્યૂ ઓપરેશન સફળ I Uttarakhand Tunnel Rescue Operation:  Rescue Pipe Reached Trapped Workers

IAS અધિકારી નીરજ ખૈરવાલ

IAS અધિકારી નીરજ ખૈરવાલને સિલ્ક્યારા ટનલ તુટી જવાની ઘટના માટે નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ છેલ્લા 10 દિવસથી બચાવ કામગીરીની દેખરેખ અને કમાન્ડિંગ કરી રહ્યા હતા. ખૈરવાલ બચાવ સ્થળ પરથી સીએમઓ અને પીએમઓને કલાકદીઠ અપડેટ આપી રહ્યા હતા. તેઓ ઉત્તરાખંડ સરકારમાં સચિવ પણ છે.

આજે ફરી તૂટી આશાઓ... ઉત્તરકાશીથી આવ્યા ખરાબ સમાચાર, વારંવાર દગો આપી રહી છે  મશીન, રેસ્ક્યૂ ઓપરેશન ફરી ઠપ / Uttarkashi Tunnel Rescue: Even today, broken  hope, agar machine ...

માઇક્રો-ટનલિંગ નિષ્ણાત ક્રિસ કૂપર

ક્રિસ કૂપર દાયકાઓથી માઇક્રો-ટનલિંગ નિષ્ણાત તરીકે કામ કરી રહ્યા છે. આ બચાવ કામગીરી માટે તેમને ખાસ બોલાવવામાં આવ્યા હતા. તેઓ 18 નવેમ્બરે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં તેમનો અનુભવ ઘણો અસરકારક સાબિત થયો છે. કૂપરે પોતે કામ ઝડપથી પૂર્ણ કરવા માટે આગ્રહ કર્યો હતો. તેઓ ઋષિકેશ કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટ માટે આંતરરાષ્ટ્રીય સલાહકાર પણ છે.

એક તરફ દેશમાં વર્લ્ડકપનો ક્રેઝ, બીજી તરફ જિંદગી અને મોત વચ્ચે 40ની જંગ:  ટનલમાંથી અવાજ આવ્યો, 'હા પપ્પા હું ઠીક છું...' / Dehradun: Rescue operation  continues on ...

લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન (નિવૃત્ત), સભ્ય, NDRF

સૈયદ અતા હસનૈન, ભારતીય સેનાના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અને NDRF ટીમના સભ્ય છે. તેઓ ઉત્તરાખંડ ટનલ દુર્ઘટનામાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની ભૂમિકાની દેખરેખ કરી રહ્યા હતા. લેફ્ટનન્ટ જનરલ હસનૈન અગાઉ શ્રીનગરમાં તૈનાત ભારતીય સેનાના GOC 15 કોર્પ્સના સભ્ય હતા. આ રેસ્ક્યુ ઓપરેશનમાં તેમની ભૂમિકા પણ ઘણી મહત્વની રહી હતી.

ખતરનાક રૈટ હોલ માઈનિંગ ટનલમાં ફસાયેલા મજૂરો માટે બની વરદાન, કેવી રીતે  રેસ્ક્યૂ ઓપરેશન પડાયું પાર? જુઓ આ 5 વીડિયો / The rock where the steel  machines of the world ...

ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સ

વૈજ્ઞાનિક સંશોધક અને અંડરગ્રાઉન્ડ ટનલ એક્સપર્ટ આર્નોલ્ડ ડિક્સ પણ ઉત્તરકાશી ટનલ દુર્ઘટનામાં ફસાયેલા કામદારોને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. ડિક્સ 20 નવેમ્બરે ટનલ સાઇટ પર પહોંચ્યા હતા. તેમણે છેલ્લા 7 દિવસમાં દરેકને સકારાત્મક રહેવાની સલાહ આપી. ડિક્સ ભૂગર્ભ બાંધકામ સાથે સંકળાયેલા જોખમો અંગે સલાહ આપે છે. ઉપરાંત તેઓ આ ટનલ બનાવવામાં વિશ્વના અગ્રણી નિષ્ણાતોમાંના એક છે.

રેટ હોલ માઇનિંગ નિષ્ણાતોની ટીમ

માઈક્રો-ટનલિંગ, મેન્યુઅલ ડ્રિલિંગ અને ફસાયેલા કામદારોને બચાવવા માટે મધ્યપ્રદેશથી છ રેટ હોલ માઈનિંગ નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા છે. આ લોકોએ કામદારોને બહાર કાઢવા માટે નાખવામાં આવેલી સાંકડી 800 એમએમ પાઇપ પર નજર રાખી છે. રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ સાથે સ્થાનિક ડ્રિલિંગ નિષ્ણાતો, પર્યાવરણ નિષ્ણાતો, NDRF અને SDRFના સભ્યો તેમજ ભારતીય સેનાને પણ અહીં તૈનાત કરવામાં આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ