બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / uttar pradesh sambhal sp leader and his son murder firing road dispute

LIVE મર્ડર / ઉત્તરપ્રદેશ: રોડ વિવાદને લઇ આરોપીઓએ સપા નેતા અને દીકરાની ગોળી મારીને કરી નાખી હત્યા

Hiren

Last Updated: 04:32 PM, 19 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં સમાજવાદી પાર્ટીના નેતા અને તેમના દીકરાની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. આ હત્યા ગામમાં બની રહેલ એક રોડને લઇને થેયલ વિવાદ પર કરવામાં આવી છે. હત્યાની આ ઘટનાનો લાઈવ વીડિયો પણ કેમેરામાં કેદ થયો છે. આરોપી હુમલો કર્યા બાદ ફરાર થઇ ગયા છે.

  • સંભલમાં સપા નેતા અને તેમના દીકરાની હત્યા
  • રોડ વિવાદને લઇને ખુલ્લેઆમ હત્યા
  • હત્યા બાદ વિસ્તારમાં તણાવ, આરોપી ફરાર

ઘટના સંભલ જિલ્લાના બહજોઈ વિસ્તારની છે. અહીંના ગામ સમસોઈમાં રોડને લઇને બન્ને પક્ષોમાં વિવાદ થયો. સપા નેતાની પત્ની ગામના સરપંચ છે. ગામમાં એક રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેનો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા હતા. આ વિવાદ એટલો વધી ગયો કે બંદૂકો લઇ આવ્યા. આ દરમિયાન ઘટના સ્થળે હાજર સપા નેતા છોટે લાલ દિવાકર અને તેમના દીકરાને ગોળી મારી દેવામાં આવી.

આરોપી જ્યારે ફાયરિંગ કરી રહ્યા હતા તો તે સમયે ઘણા લોકો હાજર હતા. લોકોએ આ ઘટનાનો વીડિયો મોબાઇલમાં કેદ કરી લીધો. આ વીડિયોમાં આરોપી ગોળી મારતા સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. જોકે પોલીસે કેટલાક લોકોની ધરપકડ કરી લીધી છે, પરંતુ હત્યાનો મુખ્ય આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે.

સપા નેતા છોટેલાલ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર પણ રહ્યા છે. પત્ની હાલ સરપંચ છે. આ ઘટના બાદ વિસ્તારમાં રાજનીતિ ગરમાઇ ગઇ છે. ઘટના સ્થળે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સપા નેતાના પરિવારજનોએ પોલીસ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. પરિવારજનોનો આરોપ છે કે પોલીસને જાણ કરી દેવામાં આવી પરંતુ સમયસર ઘટના સ્થલે ન પહોંચી. હાલ ગામમાં તણાવપૂર્ણ વાતાવરણ જોતા પીએસી તૈનાત કરી દેવામાં આવી છે.

સપાએ યોગી સરકારને ઘેરી

સમાજવાદી પાર્ટીએ આ ઘટનાની કડક પ્રતિક્રિયા આપી છે. પ્રાર્ટીએ ટ્વીટ કરી કહ્યું કે, 'હત્યારી સરકાર! ભાજપ સત્તા સંરક્ષિત ગુંડા કરી રહ્યા જનતાનો અવાજ ઉઠાવનાર પર પ્રહાર! સંભલના દલિત નેતા અને ચંદૌસીના પૂર્વ સપા વિધાનસભા ઉમેદવાર શ્રી છોટે લાલ દિવાકર સહિત તેમના દીકરાની હત્યા દુખદ! પરિજનો પ્રત્યે સંવેદના! હત્યારાઓની ધરપકડ કરી થાય ન્યાય!'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ