બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / USA president election candidate Vivek Ramaswamy said that my hindu faith led me to contest in Presidental Elections

વિશ્વ / USA પ્રેસિડેન્ટ ઈલેક્શનમાં ઉમેદવાર વિવેક રામાસ્વામીએ કહ્યું, મારા ધર્મએ જ મને ચૂંટણી લડવા પ્રેરિત કર્યો, હું ઈસાઈ ધર્મનો પ્રચાર નહીં કરી શકું પણ...

Vaidehi

Last Updated: 09:09 AM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામાસ્વામીએ કહ્યું કે,' હું હિંદૂ છું. મારું માનવું છે કે ભગવાન સાચા છે. ભગવાને આપણને એક ઉદેશ્યથી અહીં મોકલ્યું છે..'

  • USનાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર રામાસ્વામીનું નિવેદન
  • કહ્યું કે હિંદૂ ધર્મે જ મને ચૂંટણી લડવા પ્રેરયો છે..
  • હિંદૂ અને ખ્રિસ્તી ધર્મમાં રહેલી સમાનતા પર પણ બોલ્યાં રામાસ્વામી

અમેરિકાનાં રાષ્ટ્રપતિ પદનાં ઉમેદવાર વિવેક રામાસ્વામીએ શનિવારે એક કાર્યક્રમમાં જનસંબોધન દરમિયાન કહ્યું કે હિંદૂ ધર્મ પર વિશ્વાસ જ છે કે જે મને આઝાદી અપાવે છે. તેમણે કહ્યું કે હિંદૂ ધર્મે મને આ સ્વતંત્રતા પ્રદાન કરી છે કે હું પોતાની નૈતિક ફરજોને સમજી શકું. હિંદૂ ધર્મે જ મને રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે પ્રેરિત કર્યું છે. 
USમાં રામાસ્વામીએ કહ્યું કે,' હું હિંદૂ છું. મારું માનવું છે કે ભગવાન સાચા છે. ભગવાને આપણને એક ઉદેશ્યથી અહીં મોકલ્યું છે. ઈશ્વરનાં એ ઉદેશ્યને સાકાર કરવાનું આપણું કર્તવ્ય છે. આપણો નૈતિક કર્તવ્ય છે. આપણાં ધર્મનો મૂળ છે કે ભગવાન આપણાં સૌમાં નિવાસ કરે છે. તેથી આપણે બધાં સમાન છીએ.'

માતા-પિતા અને લગ્નજીવન પર રામાસ્વામી
તેમણે કહ્યું કે,' મારા ઉછેરનાં લીધે જ મારામાં પરિવાર, લગ્ન અને માતા-પિતા પ્રતિ સમ્માન પેદા થયો છે. મારો ઘરાના પારંપરિક હતો. મારા માતા-પિતાએ મને શિખવ્યું કે પરિવાર જ આપણો મુખ્ય પાયો છે. આપણે આપણાં માતા-પિતાનું સમ્માન કરવું જોઈએ. લગ્ન પવિત્રતા છે. લગ્નથી પહેલા સંયમ રાખવું આવશ્યક છે. ખોટા વિચારો યોગ્ય નથી. લગ્ન પુરુષ-મહિલા વચ્ચે થાય છે. છૂટાછેડા હોતા જ નથી. પુરુષ-મહિલા ભગવાન સમક્ષ લગ્ન કરે છે. ભગવાનની સામે પોતાના પરિવારની સુખ-શાંતિ માટે શપત લે છે.'

હિંદૂ- ખ્રિસ્તી ધર્મમાં સમાનતા
રામાસ્વામીએ હિંદૂ અને ખ્રિસ્તી ધર્મની વચ્ચે સમાનતા જણાવી. તેમણે કહ્યું કે,' તેઓ એકસમાન મૂલ્યો લઈને ઊભા રહેશે. હું ક્રિશ્ચિયન હાઈસ્કૂલ ગયો. ત્યાં મેં 11 આજ્ઞાઓ શીખી. મેં બાઈબલ વાંચી છે. ધર્મગ્રંથોની શિક્ષા લીધી છે. ભગવાન વાસ્તવિક છે. એક સાચા ભગવાન છે. તેનું નામ વ્યર્થમાં ન લેવું. પોતાના માતા-પિતાનું સમ્માન કરવું. ખોટું ન બોલવું. ચોરી ન કરવી. વ્યભિચાર ન કરવો. આ ઉપદેશો માત્ર હિન્દુઓ માટે જ નથી. આ ઉપદેશો ખ્રિસ્તીઓનાં પણ નથી. વાસ્તવમાં આ ઉપદેશો ઈશ્વર તરફથી છે.  તમને શું લાગે છે હું તમારા માટે એવો રાષ્ટ્રપતિ બની શકું કે જે ખ્રિસ્તી ધર્મને પ્રોત્સાહન આપી શકે? ના, બિલકુલ નહિ. મને નથી લાગતું કે અમેરિકન રાષ્ટ્રપતિએ આવું કરવું જોઈએ. તેમના મૂલ્યો માટે ઊભા રહેવું મારી ફરજ છે અને હું તે કરીશ.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ