બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / USA Chicago shooting one person killed 8 people by going to three different places

Chicago shooting / અમેરિકાના શિકાગોમાં અંધાધૂંધ ફાયરિંગ, ત્રણ અલગ-અલગ જગ્યાએ જઇને એક જ શખ્સે 8 લોકોને પતાવી દીધા

Megha

Last Updated: 09:59 AM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના શિકાગોમાં એક વ્યક્તિએ રવિવારથી ત્રણ અલગ-અલગ જગ્યાએ આઠ લોકોની ગોળી મારીને હત્યા કરી છે અને હત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

  • અમેરિકામાં એક વ્યક્તિએ આઠ લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી છે. 
  • શિકાગોમાં રવિવારથી ત્રણ અલગ-અલગ જગ્યાએ આઠ લોકોની ગોળી મારીને હત્યા. 
  • પોલીસ હજુ આ હત્યા પાછળનો હેતુ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે.

અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના શિકાગો શહેરમાં રવિવારથી ત્રણ અલગ-અલગ જગ્યાએ એક વ્યક્તિએ આઠ લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી છે. હત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને પોલીસ હજુ પણ હત્યા પાછળનો હેતુ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે. હત્યાનો આરોપી વ્યક્તિ હાલ ફરાર છે.

પોલીસે શું માહિતી આપી? 
સોમવારે સાંજે મીડિયા સાથે વાત કરતા અધિકારીઓએ જણાવ્યું કે હત્યા કરાયેલા લોકોના મૃતદેહ રવિવાર અને સોમવારે ત્રણ અલગ-અલગ જગ્યાએથી મળી આવ્યા હતા. આ વ્યક્તિ ખૂબ જ ખતરનાક છે અને તેની પાસે હથિયાર પણ છે.

પોલીસે કહ્યું કે, 'માર્યા ગયેલા લોકોમાંથી એકનો મૃતદેહ રવિવારે વિલ કાઉન્ટીના એક ઘરમાંથી મળી આવ્યો હતો. સોમવારે જોલિયેટના બે ઘરોમાં અન્ય સાત મૃતદેહ મળી આવ્યા હતા.' 

વધુ વાંચો: ચીનમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી-NCRમાં પણ લોકોએ અનુભવ્યા ભૂકંપનાં આંચકા

સોમવારે બપોરે એક ફેસબુક પોસ્ટમાં, જોલિએટ પોલીસે કહ્યું કે તેઓ મૃત મળી આવેલા લોકોની તપાસ કરી રહ્યા છે. આ ઉપરાંત તેણે શંકાસ્પદ આરોપીઓના ફોટોગ્રાફ્સ પણ શેર કર્યા હતા અને આરોપીના વાહનની પણ ઓળખ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીનું નામ રોમિયો નાન્સ છે. તેની ઉંમર માત્ર 23 વર્ષની છે. તેની પાસે લાલ રંગની કાર પણ હતી, જે તે ચલાવી રહ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ