બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / UPSC NDA-NA 1 Admit Card 2022 released on upsc

UPSC / NDA પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર, જાણો ડાઉનલોડ કરવાની કઇ છે છેલ્લી તારીખ

Dhruv

Last Updated: 01:27 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPSC NDA, NA 1 એડમિટ કાર્ડ 2022 @upsc.gov.in: જે ઉમેદવારોએ પરીક્ષામાં બેસવા માટે અરજી કરી છે તેઓ ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પર જઈને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.

  • UPSC NDA,NA 1 2022નું એડમિટ કાર્ડ બહાર પાડ્યું
  • UPSC NDA,NA 1 2022ની પરીક્ષા 10 એપ્રિલે લેવાશે
  • upsc.gov.in પરથી કરી શકાશે  એડમિટ કાર્ડ ડાઉનલોડ

સંઘ લોક સેવા આયોગ, UPSCએ રાષ્ટ્રીય સેવા એકેડમી, નૌસેના એકેડમી 1 પરીક્ષા ( UPSC NDA, NA 1 2022 ) માટે એડમિટ કાર્ડ  બહાર પાડવામાં આવ્યું છે. જે ઉમેદવારોએ પરીક્ષામાં સામેલ થવા માટે અરજી કરી છે, તે આયોગની સત્તાવાર વેબસાઈટ   upsc.gov.in પરથી   એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષામાં સામેલ થવા માટે ઉમેદવાર પાસે વેલિડ એડમિટ કાર્ડ હોવું જરૂરી છે.

UPSC NDA,NA 1 2022નું એડમિટ કાર્ડ આ રીતે કરો ડાઉનલોડ

સ્ટેપ - 1 : સૌ પહેલાં સતાવાર વેબસાઇટ upsc.gov.in પર ક્લિક કરો.
સ્ટેપ - 2 : હોમપેજ પર NDA/NA એડમિટ કાર્ડની લિંક પર ક્લિક કરો. 
સ્ટેપ - 3 : હવે 'ડાઉનલોડ ઈ-એડમિટ કાર્ડ' લિંક પર ક્લિક કરો.
સ્ટેપ -4 : લોગ ઇન કરવા માટે તમારો રજિસ્ટ્રેશન નંબર અથવા રોલ નંબર દાખલ કરો.
સ્ટેપ - 5 : ત્યાર બાદ એડમિટ કાર્ડ સ્ક્રીન પર આવી જશે તેને ડાઉનલોડ કરો

હવે તમારા એડમિટ કાર્ડમાં આપેલી તમામ વિગતોને સારી રીતે ચેક કરી લો. તમને જણાવી દઇએ કે, UPSC NDA,NA 1 2022ની પરીક્ષા 10 એપ્રિલ 2022 નાં રોજ લેવામાં આવશે. આ પરીક્ષા દેશના અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો પર ઓફલાઈન લેવામાં આવશે. UPSCનાં વિદ્યાર્થીનું કહેવું છે કે, પરીક્ષાનું પરિણામ આવે ત્યાં સુધી એડમિટ કાર્ડને સાચવીને રાખવું. કારણ કે, પરીક્ષા કેન્દ્રો પર જે બાબતોનું ધ્યાન રાખવાનું છે તે તમામ બાબતોની નોંધ એડમિટ કાર્ડ પર લખવામાં આવેલી હોય છે. ઉમેદવાર નીચે આપવામાં આવેલી ડાયરેક્ટ લિંક દ્વારા પણ એડમિટ કાર્ડને ડાઉનલોડ કરી શકશે.

https://upsconline.nic.in/eadmitcard/admitcard_NDAI_2022/instructions.php

અહીંથી પણ ક્લિક કરીને એડમિટ કાર્ડ કરી શકશો ડાઉનલોડ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ