પાકિસ્તાનની એક્ટર ફવાદ ખાનની નવી ફિલ્મ 'ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ' ભારતમાં રિલીઝ થવાની સંભાવના પર હાલ બેન થવાની તલવાર લટકી રહી છે.
પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મ ભારતમાં રિલીઝ થશે?
પાકિસ્તાની ફિલ્મની રિલીઝથી MNS નારાજ
ફવાદની ફિલ્મ ધ લિજેન્ડ ઑફ મૌલા જટ્ટએ રચ્યો ઇતિહાસ
પાકિસ્તાની એક્ટર ફવાદ ખાન એક સમયે ભારતીય ફેન્સનો ફેવરેટ એક્ટર હતો જો કે તેની ભારતીય ફેન ફોલોઈંગ હજુ પણ ઘણી છે. પણ આજના સમયમાં તેને બોલિવૂડમાં કામ કરતાં જોવો અશક્ય છે. આવી સ્થિતિમાં જ્યારે પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનના ચાહકોએ સાંભળ્યું કે ફવાદની નવી ફિલ્મ 'ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ' ભારતમાં રિલીઝ થવાની સંભાવના છે એ સાંભળીને એમના ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા પણ હાલ તેમની ખુશીઓ પર બેનની તલવાર લટકી રહી છે.
પાકિસ્તાની ફિલ્મની રિલીઝથી MNS નારાજ
જણાવી દઈએ કે દુનિયાભરમાં ધૂમ મચાવનારી પાકિસ્તાની ફિલ્મ 'ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ' ભારતમાં રિલીઝ થવા જઈ રહી છે તેવા સમાચાર થોડા સમય પહેલા આવ્યા હતા. અત્યારે આ ફિલ્મની વાર્તાની ચારે બાજુથી પ્રશંસા થઈ રહી છે અને આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા છે અને એ સાથે જ ઘનઆ નવા રેકોર્ડ્સ બનાવ્યા પણ છે. એક રિપોર્ટ્સ અનુસાર ફિલ્મના મેકર્સ 23 ડિસેમ્બરે દેશના સિનેમાઘરોમાં 'ધ લેજેન્ડ ઓફ મૌલા જટ્ટ'ને રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે પણ તેની રિલીઝ પહેલા જ સમસ્યાઓ ઉભી થઈ છે. મળતી જાણકારી અનુસાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના એક ફિલ્મના રિલીઝ પર ધમકી આપી દીધી છે.
'ફવાદ ખાનના ચાહકો એ બધા દેશદ્રોહીઓ'
રિપોર્ટ અનુસાર અનેક દેશ-વિદેશમાં સફળ રહેલ 'ધ લિજેન્ડ ઑફ મૌલા જટ્ટ'ની ભારતમાં રિલીઝને લઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના નેતા અમેય ખોપકર ભારતમાં નારાજ હતા. આ સાથે જ એમને એક નિવેદન જારી કરીને ધમકી પણ આપી છે. અમેયાનું કહેવું છે કે તેમની પાર્ટી પાકિસ્તાની અભિનેતાની પાકિસ્તાની ફિલ્મ ભારતમાં રિલીઝ થવા દેશે નહીં. આ સાથે જ પાર્ટી અધ્યક્ષ રાજ ઠાકરેના આદેશ મુજબ, MNS આ ફિલ્મને ભારતમાં ક્યાંય પણ રિલીઝ નહીં થવા દે. અન્ય એક ટ્વીટમાં અમેય ખોપકરે ફવાદ ખાનના ચાહકો પર કટાક્ષ કરતાં તેમને દેશદ્રોહી કહેતા લખ્યું હતું કે 'ફવાદ ખાનના ચાહકો એવા દેશદ્રોહીઓ પાકિસ્તાન જઈને ફિલ્મ જોઈ શકે છે.'
ધ લિજેન્ડ ઑફ મૌલા જટ્ટએ રચ્યો ઇતિહાસ
ફિલ્મ 'ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ' પાકિસ્તાની સિનેમાના ઈતિહાસમાં બનેલી સૌથી મોંઘી બજેટ ફિલ્મ છે અને એ સાથે જ આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઈ છે. અહેવાલો અનુસાર ફિલ્મે વિશ્વભરમાં 250 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નિર્દેશક બિલાલ લશારી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 1979ની પાકિસ્તાની ક્લાસિક ફિલ્મ 'મૌલા જટ્ટ'ની રિમેક છે. ફવાદ ખાન, માહિરા ખાન, હમઝા અલી અબ્બાસ અને હુમૈમા મલિક સાથે અન્ય સ્ટાર્સ તેનો ભાગ છે.