બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Uproar in Gandhinagar due to the resignation of 8 office bearers of BJP

રાજકારણ / એક ઝાટકે ભાજપના 8 હોદ્દેદારોના રાજીનામાં પડતાં ગાંધીનગર સુધી ખળભળાટ, ડાંગમાં ફરી ભડકો, કુલ 13 લોકોએ ભાજપ છોડી

Vishal Khamar

Last Updated: 07:56 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાંગ જીલ્લામાં ભાજપ સંગઠનમાં વધુ હોદ્દેદારોનાં રાજીનામાં પડ્યા છે. આજે વધુ 8 હોદ્દેદારોનાં રાજીનામાથી રાજકીય ભૂકંપ સર્જાયો છે. અત્યાર સુધીમાં ડાંગ જીલ્લામાં ભાજપમાં કુલ 13 લોકોનાં રાજીનામાં પડ્યા છે.

  • ડાંગ જિલ્લામાં ભાજપ સંગઠનમાં વઘુ 8 હોદ્દેદારોના રાજીનામાં 
  • દશરથ પવારના સમર્થનમાં 8 હોદ્દેદારોએ આપ્યા રાજીનામાં
  • ડાંગ જિલ્લામાં કુલ 13 લોકોના રાજીનામાં

ડાંગ જીલ્લામાં ભાજપ સંગઠનમાં વધુ 8 હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે. ત્યારે દશરથ પવારના સમર્થનમાં 8 હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે. દશરથ પવારે બે દિવસ પહેલા જ જીલ્લા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે એક સાથે 8 હોદ્દેદારોનાં રાજીનામાથી જીલ્લામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે. ડાંગ જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ 13 લોકોનાં રાજીનામાં પડ્યા છે. 
મારા મતે રિબાવા કરતાં રાજીનામું આપી દેવું સારુંઃદશરથ પવાર
ડાંગ જિલ્લાનાં આઠ હોદ્દેદારોએ એક સાથે રાજીનામુ આપી દેતા જિલ્લામાં રાજકીય સ્તરે ભૂકંપ આવી ગયો છે. આ સાથે જ ડાંગ જિલ્લામાં કુલ 13 લોકોનાં રાજીનામા પડ્યાં છે. ડાંગ જિલ્લાનાં ભાજપ પ્રમુખ પદ ઉપરથી રાજીનામા બાદ દશરથ પવારે કહ્યું. છેલ્લા બે મહિનાથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતો હતો. અને આખરે મે રાજીનામું આપવાનું જ યોગ્ય સમજ્યું. મારા મતે રિબાવા કરતાં રાજીનામું આપી દેવું સારું.

ગત રોજ પણ હોદ્દેદારોએ રાજીનામું આપ્યું હતું
2 દિવસમાં ડાંગ જિલ્લા સંગઠનમાં 3 હોદ્દેદારોએ રાજીનામું આપતા ભાજપમાં હડકંપ સર્જાયો છે.તમને જણાવી દઈએ કે, અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ અને આહવા મંડળના પ્રમુખે રાજીનામું આપ્યું હતું. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ પવારે રાજીનામું આપ્યું હતું. વાત જાણે એમ છે કે, ડાંગ પંથકમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ પદેથી દશરથ પવારે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હોવાનું સામે આવ્યું હતું.

કોણે કોણે રાજીનામા આપ્યા

  • ડાંગ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દક્ષા પટેલ
  • ડાંગ જિલ્લા આહવા તાલુકા આદિજાતિ મોરચાના પ્રમુખ નરેશ ડી. વળવી,  
  • ડાંગ જિલ્લા અનુસૂચિત મોરચા ઉપપ્રમુખ રાહુલ બચ્છાવ , 
  • ડાંગ જિલ્લા આહવા તાલુકા મહિલા મોરચાના પ્રમુખ રેખાબેન જી. પટેલ, 
  • ડાંગ જિલ્લા અનુસૂચિત મોરચાના ઉપપ્રમુખ તુષાર આર. ખરે, 
  • આહવા તાલુકા અનુસૂચિતજાતી મોરચાના પ્રમુખ હેમંત આર. ખરે, 
  • આહવા તાલુકા લઘુમતી મોરચા ના મહામંત્રી આમીન એમ. શાહ, 
  • વઘઇ તાલુકા ભાજપ પ્રભારી સંજય પાટીલ એ આપ્યું રાજીનામુ..
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ