લખનઉમાં એક સગીર વયના કિશોરે તેની માતાની હત્યા એટલા માટે કરી કારણ કે માતાએ પબજી ગેમ રવાનો ઈનકાર કરી દીધો હતો. મહત્વનું છે કે, મંગળવારે રાત્રે યમુનાપુરમ કલોનીથી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે, બાજુના ઘરમાંથી તીવ્ર વાસ આવી રહી છે. અને થોડી ગડબડની આશંકા છે. પોલીસ જ્યારે આ ઘરમાં પહોંચે છે ત્યારે ઘરમાં એક સગીર ભાઈ-બહેનની મુલાકાત થાય છે. પરંતુ જ્યારે અંદર બેડરૂમનો દરવાજો ખોલવામાં આવે છે ત્યારે બધા સ્તબ્ધ થઈ જાય છે.
पुलिस को सूचना मिली की एक महिला की गोली मारकर हत्या कर दी गई है। मौके पर पुलिस न पहुंचकर पूछताछ की जिसमें पता चला कि महिला के बेटे ने ही हत्या की है। बच्चा नाबालिग है: कासिम आबिदी, एडीसीपी, पूर्वी लखनऊ (07.06) pic.twitter.com/1taSPxGPP9
એડીસીપી પૂર્વી કાસિમ આબ્દીએ જણાવ્યું કે એક મકાનમાં દુર્ગંધ આવવાની સૂચના મળવા પર પોલીસ ત્યાં પહોંચી તો રૂમમાં 40 વર્ષની મહિલા સાધના સિંહની લાશ મળી આવી હતી. લાશ પાસે એક રિવોલ્વર પડી હતી. પોલીસે મૃતકના 16 વર્ષના પુત્રની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે ઘરમાં લાઇટનું કામ કરવા આવેલા એક વ્યક્તિએ તેની માતાની હત્યા કરી છે. જો કે, મૃતકની 10 વર્ષની પુત્રીને વિશ્વાસમાં લઇને પોલીસે પૂછપરછ કરી તો નવા રહસ્યો ખુલ્યા હતા.
મૃતક મહિલાના પતિ આર્મીમાં જેસીઓ છે
જે હાલ પશ્ચિમ બંગાળના આસનસોલમાં તૈનાત છે. પીજીઆઈ વિસ્તારમાં સાધના પોતાના 16 વર્ષના પુત્ર અને 10 વર્ષની પુત્રી સાથે રહેતી હતી. એડીસીપી કાસિમ આબ્દીના મતે આરોપી પુત્ર મોબાઇલ ગેમ અને સોશિયલ મીડિયાની ઘણી લત લાગી ગઇ હતી. માતા તેને સોશિયલ મીડિયા અને મોબાઇલથી દૂર રહેવા માટે કહેતી હતી. માતાએ જ્યારે પુત્રને મોબાઇલ પર પબજી રમવાને લઇનને રોક્યો તો પુત્ર ગુસ્સે થઇ ગયો હતો અને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાના દિવસે લગભગ 3 વાગે આરોપીની માતા ઊંઘી રહી હતી ત્યારે પુત્ર પિતાની લાઇસન્સવાળી રિવોલ્વર લઇને આવ્યો હતો અને માતાને ગોળી મારી દીધી હતી.
प्राथमिक जांच में पता चला है कि बच्चे की मां इसे पबजी गेम खेलने से रोकती थी, इसी के चलते बच्चे ने अपने पिता की पिस्तौल से घटना को अंजाम दिया: कासिम आबिदी, एडीसीपी, पूर्वी लखनऊ
આરોપી પુત્રએ માતાની હત્યા બાદ પોતાની 10 વર્ષની બહેનને પણ ધમકાવી હતી.બાદમાં તેણે લાશને રૂમમાં બંધ કરીને નાની બહેનને ધમકી આપીને બીજા રૂમમાં બંધ કરી દીધી હતી. અને પૂરા બે દિવસ સુધી માતાની લાશ સાથે એક જ ઘરમાં રાખી હતી.
દુર્ગંધ આવવાથી પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.
પોલીસ જ્યારે ઘરમાં પ્રવેશી ત્યારે હવામાં દુર્ગંધ અને સુગંધનું મિશ્રણ જોવા મળ્યું હતું. જ્યારે મૃતક મહિલાના શરીરમાંથી વાસ આવવા લાગી તો આરોપી દીકરાએ તેને છૂપાવવા માટે ઘરમાં રૂમ ફ્રેશનર છાંટ્યું. આમ છતાં મૃતદેહની ગંધ પાડોશીઓ સુધી પહોંચી હતી.અને વાત બહાર આવી