ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Unseasonal rain predicted on Jan 12 and 13 for various parts of Gujarat

હવામાન / આગાહી સાચી પડી તો તમારી ઉતરાયણ બગડી, આ વિસ્તારોમાં વરસાદ થવાની વકી

Published By: Kashyap

Last Updated: 09:48 PM, 11 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સાયક્લોનિક સક્યૂલેશન સક્રિય થયું છે...અને તેને અસર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે. ખાસ કરીને 12 અને 13 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

ADVERTISEMENT

12 જાન્યુઆરીએ કચ્છમાં સામાન્ય વરસાદ પડવાની આગાહી કરાઈ છે..13 જાન્યુઆરીએ બનાસકાંઠા,જૂનાગઢ, ગીર સોમનાથમાં આગાહી કરી છે..પોરબંદર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. 14 જાન્યુઆરીથી ફરીવાર વધારે ઠંડી પડવાની શક્યતા છે.

આ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

આગામી બે દિવસ લઘુતમ તાપમાન વધશે અને ઠંડીમાં ઘટાડો થશે, અને ત્યાર બાદ વાતાવરણમા પલટો આવશે. સાથે કમોસમી વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, દ્વારકા, જામનગર, કચ્છમા કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

ઉતરાયણની મજા બગડશે

સાયક્લોનિક સર્ક્યુલેશન પતંગ રસિયાઓનીની પણ મજા બગડી શકે છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, ઉતરાયણના દિવસે 15 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, ત્યારે જોવાનું એ છે કે સાક્લોનિક સર્ક્યુલેશન કેવી અસર થશે.

ઠંડીમાં હજુ વધારો થશે

ગુજરાતમાં તાપમાનનો પારો દિવસે દિવસે ગગડી રહ્યો છે. ત્યારે હવે આગામી બે દિવસ હજુ પણ પારો ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.. હવામાન વિભાગની આગાહી મુજબ લોકોને હજુ પણ બે દિવસ કાતિલ ઠંડી સહન કરવી પડશે.  આજે રાજ્યમાં સૌથી ઓછુ નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં 10 ડિગ્રી, વડોદરામાં 10, રાજકોટમાં 9.9 ડિગ્રી અને ભુજમાં 8.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે પણ હવે તાપમાન વધશે અને વરસાદ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Uttarayan 2020 Weather department weather Forecast આગાહી વરસાદની આગાહી હવામાન આગાહી Weather Forecast

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ