બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Union Home Minister Amit Shah inaugurated sanskruti bhavan and midday meal kitchen in Mansa

અક્ષયપાત્ર / માણસા : રોટલી, દાળ-ભાત તૈયાર થવામાં માણસનો હાથ નહીં અડે : મધ્યાહન ભોજન રસોઈ ઘરનું અમિત શાહ દ્વારા લોકાર્પણ

Hiren

Last Updated: 06:31 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ(23 અને 24 જુલાઈ) ગુજરાત પ્રવાસ પર છે. ત્યારે ગાંધીનગર ખાતે તેમણે ગુજરાતમાં E-FIR સેવા અને વિશ્વાસ પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી. તો સાંજે તેઓ માણસાની મુલાકાતે પહોંચ્યા હતા.

  • અમિત શાહે અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ કર્યા
  • 2024 પહેલા માણસામાં ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરીશુંઃ શાહ
  • અમિત શાહ 23 અને 24 જુલાઈના ગુજરાત પ્રવાસે

માણસામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાંસ્કૃતિક ભવન અને મધ્યાહન ભોજન રસોઇઘરનું લોકાર્પણ કર્યું હતું. અમિત શાહે અક્ષયપાત્ર રસોડા, માણસા પુસ્તકાલય, નગરપાલિકાના હોલની મુલાકાત લીધી હતી. હવે તેઓ માણસા સિવિલ અને ચંદ્રસર તળાવની પણ મુલાકાત લેશે. નગરપાલિકા નગરપાલિકા હસ્તક સંસ્કૃતિ ભવનના લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, માણસા સહકારી ક્ષેત્રે મોડલ બને તેવું કામ કરવાનું છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નવી હોસ્પિટલ બનાવમાં આવશે. માણસા-બાવલા ફોર લેન રોડ બનાવવામાં આવશે. ગટર યોજના માટે 50 કરોડ સરકાર ફાળવશે. માણસા 13 તળાવને એકબીજા સાથે જોડવામાં આવશે. 5 હજાર ટન ઘન કચરાના નિકાલની વ્યવસ્થા થઈ છે. માણસાના યુવાનોનો વિકાસ થાય તે જરૂરી છે. અક્ષયપાત્રમાં કામગીરી સંપૂર્ણ ઓટોમેટિક છે. જેમાં માણસાના 25 હજાર બાળકોને નાસ્તો અને ભોજન મળશે. દરેક વ્યક્તિ આ વ્યવસ્થાને જોવા જવું જોઇએ. મધુ પંડિત અને તેમની ટીમની કામગીરી અદ્વભૂત છે. 2024 પહેલા માણસામાં ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરીશું.

આજે માણસા માટે મહત્વપૂર્ણ દિવસઃ અમિત શાહ
અમિત શાહે ટ્વિટ કરીને લખ્યું કે, આજે માણસા માટે મહત્વપૂર્ણ દિવસ છે, માણસા નગરપાલિકા દ્વારા વિસ્તારના વિકાસને વધુ વેગ આપવા માટે વિવિધ યોજનાઓનું લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરવામાં આવી રહ્યો છે. આ મધ્યાહન ભોજન રસોઈઘરથી માણસા સહિત આસપાસના વિસ્તારોની સરકારી સ્કૂલોના બાળકોને પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં મદદ મળશે. પ્રધાનમંત્રીના કુપોષણ મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ પ્રશંસનીય પ્રયાસ માટે અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સંચાલકોને અભિનંદન પાઠવુ છું.

શાહે માણસામાં PM પોષણ યોજના હેઠળ મધ્યાન ભોજન રસોઈઘરનું કર્યું ઉદ્ધાટન
પ્રધાનમંત્રીએ દેશના બાળકોને કુપોષણથી બચાવીને તેમના ઉજ્જવળ ભવિષ્ય બનાવવા હેતુ પોષણ અભિયાનની શરૂઆત કરી, જેના સકારાત્મક પરિણામો પણ જોવા મળી રહ્યા છે. માણસામાં PM પોષણ અભિયાન હેઠળ અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત 64માં કેન્દ્રિયકૃત મધ્યાહન ભોજન રસોઈઘરનુ ઉદ્ઘાટન કર્યું.

પીએમ મોદીએ માણસામાં અનેક યોજનાઓ શરૂ કરીઃ અમિત શાહ
માણસાના સંસ્કૃતિ ભવનથી અમિત શાહે કહ્યું કે, કોર્પોરેટિવ સેક્ટરમાં આપણા પ્રધાનમંત્રીએ અનેકવિધ યોજનાઓ અહીં શરૂ થાય તેવા નવા નવા ક્ષેત્રો ખોલ્યા છે. હું એક દિવસ અહીં આવવાનો છું, ત્યારે તમામ સાથે બેસીને 13 પ્રકારની સરકારી પ્રવૃતિ માણસાની અંદર ચાલુ થાય અને માણસા કોર્પોરેટિવ મોડેલ બને તેવી વ્યવસ્થા કરાવની છે. આપણી પાંજરાપોળની સાથે, ગોબર ગેસ અને પાણી બચવાવાની વ્યવસ્થા, આ બધી વસ્તુઓ એક સાથે જોડાય તે માટે માણસાના સર્વાંગિક વિકાસ માટે કાર્યકરો રાજનીતિની સાથે માણસાના વિકાસ માટે આગળ આવે.

લોટ નાખે ત્યાંથી લઇને રોટલી બનીને બહાર આવે ત્યાં સુધી માણસનો હાથ નથી લાગતોઃ અમિત શાહ
અહીં આવતા બાળકોને પૌષ્ટિક અને સ્વચ્છ, સ્વાદિષ્ટ ભોજન જમાડવામાં આવે છે. 25 હજાર બાળકો માટે ભોજન બનવાની વ્યવસ્થા કરીને આવ્યો છું. તમામ વાલીઓએ આ વ્યવસ્થા જોવી જોઈએ કે બાળકો કેટલું સુંદર ભોજન જમે છે. લોટ નાખે અને ઘી લગાડવાથી લઇને રોટલી બહાર આવે ત્યાં સુધી માણસનો હાથ અડકતો નથી, દાળ અને ભાત બનીને બહાર આવે ત્યાં સુધી માણસનો હાથ જ નથી લગાતો.  25 હજાર બાળકોને નાસ્તો, ભોજન અને સુખડી બનાવવાની અને ગરમ ગરમ બાળકો સુધી પહોંચે તે પ્રકારના વિતરણની વ્યવસ્થા અક્ષય પાત્રના માધ્યમથી થઇ છે. એક વખત આ જોવા માટે જજો. માણસાના 25 હજાર બાળકોને પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ભોજન કઇ રીતે પહોંચાડે છે.

2024 પહેલા માણસામાં કોઇ સુવિધા બાકી ન રહે તેવી વ્યવસ્થા કરીશુંઃ અમિત શાહ
હું શું બોલાવું તે વિચારીને નથી આવ્યો. 2024 પહેલા આપણે માણસામાં તમામ સુવિધા મળે તે પ્રકારની વ્યવસ્થા સૌ સાથે મળીને કરીશું. ગુજરાત સરકાર સાથે છે. સિવિલ હોસ્પિટલ, તળાવના વિકાસ, માણસા રોડ કે પીવાના પાણીની યોજના જલ્દી પુરી થાય તે દિશામાં આપણે કામ કરીશું. ઘણા સમય બાદ ગામલોકોને મળીને, ગામમાં આવીને આનંદ થયો. મારુ સ્વાગત કરતા આભાર માનું છું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ