ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
રશિયાએ યુક્રેન પર જે હુમલો કર્યો તેને લઈને વિશ્વમાં ચિંતાનો માહોલ છવાયો છે. હાલ યુક્રેનમાં સૌથી ભયાનક હાલત જોવા મળી રહી છે. ત્યાની રાજધાની કીવમાં મિસાઈલો જોવા મળી રહી છે. રશિયન સેનાએ પુરી રીતે યુક્રેનને ઘેરી લીધું છે. પરિસ્થિતી એટલી બગડી છે. લોકો પોતાનો જીવ બચાવવા સુરક્ષીત આશરો શોધી રહ્યા છે.
રેલ્વે સ્ટેશન અને દુકાનોની બહાર લાંબી ભીડ
ADVERTISEMENT
આપને જણાવી દઈએ કે યુક્રેનમાં લોકો મેટ્રો સ્ટેશનમાં આશરો લઈ રહ્યા છે. અહીયા હાલ એટીએમ અને ગેસસ્ટેશનો પણ ખાલી થઈ ગયા છે. સાથેજ માર્કેટમાં પણ કશું નથી મળી રહ્યું. રેલ્વે સ્ટેશન અને દુકાનોની બહાર લોકોની લાંબી લાઈન જોવા મલી રહી છે. લોકો જરૂર કરતા પણ વધારે સામાન ખરીદી રહ્યા છે અને મોટા પ્રમાણમાં ભીડ એકઠી થઈ ગઈ છે.
રસ્તા પર સર્જાયા ટ્રાફીક જામના દ્રશ્યો
ADVERTISEMENT
અહીયા રસ્તાઓ ઉપર પણ ટ્રાફીક જામનના દ્રશ્યો સર્જાયા છે. ખાસ કરીને ગેસ સ્ટેશન દવા અને સુપરમાર્કેટમાં લાંબી લાઈન જોવા મળી રહી છે. રશિયા દ્વારા સતત ધડાકાઓ કરવામાં આવી રહ્યા છે. જેથી લોકોમાં અહીયા ભયનો માહોલ ફેલાયો છે. એટીએમમાંથી રૂપિયા નથી નિકળી રહ્યા અને લોકો દુકાનદારો કાર્ડ પેમેન્ટ પણ નથી ચલાવી રહ્યા.
પીએમ મોદીએ પુતિન સાથે કરી હતી વાત
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે હાલ યુક્રેનમાં પરિસ્થિતી સર્જાઈ છે તેને લઈને વિશ્વ ભરમાં ચિંતાનો માહોલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન પણ આજે ભારત સાથે આ મુદ્દે વાત કરવાના છે. સાથેજ પીએમ મોદીએ પણ ગઈકાલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી. જેમા પીએમ મોદીએ કહ્યું હતું કે વાતચીત કરીને સમસ્યાનું સમાધાન લાવવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો