બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / UK home secretary suella braverman sacked by pm rishi sunak

લંડન / ભારતવંશી સુએલા બ્રેવરમેનને બ્રિટનના ગૃહ મંત્રી પદેથી હટાવાયા, જાણો PM સુનકે કેમ ભર્યું પગલું

Hiralal

Last Updated: 03:12 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે ઈઝરાયલ-પેલેસ્ટાઈન પર વિવાદાસ્પદ નિવેદન આપનારા સુએલા બ્રેવરમેનને ગૃહ મંત્રી પદેથી બરખાસ્ત કરી દીધા છે.

  • બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે ગૃહ મંત્રી સુએલા બ્રેવરમેનને બરખાસ્ત કર્યાં 
  • લંડન પોલીસ પર આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન
  • વિવાદાસ્પદ નિવેદન પર દબાણ વધતાં પીએમ સુનકે ભર્યું પગલું 

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે ભારતીય મૂળના રાજકારણી સુએલા બ્રેવરમેનને દેશના ગૃહમંત્રી પદેથી બરતરફ કરી દીધા છે. સુએલાની હકાલપટ્ટી પાછળનું કારણ તેનું વિવાદાસ્પદ નિવેદન હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક અખબારને આપેલી મુલાકાતમાં તેમણે લંડન પોલીસને પેલેસ્ટીનીઓની સમર્થક ગણાવી હતી. આ નિવેદન પર ભારે હોબાળો થયો હતો અને બ્રેવરમેનને હટાવવા માટે પીએમ સુનક પર દબાણ આવ્યું હતું અને આખરે દબાણને વશ થતાં પીએમ સુનકે તેમને આજે હોદ્દા પરથી બરખાસ્ત કર્યાં હતા અને નવા ગૃહ મંત્રીની શોધ શરુ કરી હતી. બ્રિટનના આંતરિક મંત્રી અને ભારતીય મૂળના બ્રિટિશ રાજનેતા સુએલા બ્રેવરમેનને તણાવ ભડકાવવા અને વિવાદિત ભાષણ આપવાના આરોપમાં બરતરફ કરવામાં આવ્યા છે. 

શું હતો કેસ
શનિવારે લંડનના માર્ગો પર લગભગ 30,000 લોકોએ પેલેસ્ટીનીઓના સમર્થનમાં રેલી કાઢી હતી. આ રેલીને સંસદ સુધી લઇ જવામાં આવી હતી. આ દરમિયાન ઇઝરાયેલના સમર્થકો પણ રસ્તા પર આવી ગયા હતા. બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ હતી. પોલીસે આ ઘટના પર કાર્યવાહી કરીને લગભગ 100 લોકોની ધરપકડ કરી હતી. આ માર્ચ પર સુએલાએ નિવેદન આપ્યું હતું કે લંડન પોલીસ પેલેસ્ટાઈનના સમર્થકોની જેમ કામ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે માત્ર ઈઝરાયલનું સમર્થન કરનારાઓની ધરપકડ કરી છે. તેમના આ નિવેદનની વ્યાપક ટીકા થઈ હતી.

દબાણને વશ થતાં પીએમ સુનકે હટાવ્યાં 
સુએલા બ્રેવરમેનના નિવેદન બાદ સુનક સરકાર પર તેમને હટાવવાનું દબાણ સતત વધી રહ્યું હતું. સુએલાની આ કેસમાં તણાવ વધારવા અને જમણેરી દેખાવકારોને લંડનની સડકો પર ઉતરવા માટે પ્રોત્સાહિત કરવા બદલ પણ ટીકા કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ