બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two teenagers in Jam Khambhaliya are accused of mischief, Naradhamo satisfies the hunger of lust with the edge of a knife

દુષ્કર્મ / જામ ખંભાળીયામાં બે કિશોરી પર દુષ્કર્મથી ચકચાર, નરાધમોએ છરીની અણીએ હવસની ભૂખ સંતોષી

Mehul

Last Updated: 04:29 PM, 2 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં બે સગીરવયની બહેનો પર એક શખ્સે દુષ્કર્મ આચર્યાની ઘટનાની સનસનાટી મચી ગઈ છે. આ દુષ્કર્મમાં  અન્ય બે શખ્સે મદદગારી કર્યાની પોલીસ ફરીયાદ દાખલ

  • જામ ખંભાળીયામાં બે કિશોરી પર દુષ્કર્મ 
  • એક આરોપી બે મદદગાર સામે ફરિયાદ 
  • પોલીસે તપાસ દરમિયાન ત્રણેયને ઝડપી લીધા 

દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં બે સગીરવયની બહેનો પર એક શખ્સે દુષ્કર્મ આચર્યાની ઘટનાની સનસનાટી મચી ગઈ છે. આ દુષ્કર્મમાં  અન્ય બે શખ્સે મદદગારી કર્યાની પોલીસ ફરીયાદ દાખલ થઇછે.  ફરીયાદના આધારે પોલીસે  તપાસના ચક્રો ગતિમાન કરીઆરોપીઓને ઝડપી લીધા છે.દ્વારકાના ખંભાળીયા વિસ્તારમાં રહેતી બે સગીર બહેનો પર એક શખ્સે દુષ્કર્મ આચર્યાનું અને બે શખ્સે મદદગારી કર્યાનું બહાર આવતા આ મામલે ભોગ બનનારના પિતા દ્વારા મુખ્ય આરોપી નિકેશ ચંદુ પ્રજાપતી, આશિષ  આહીર અને મહેશ ચાવડા ( રે. ખંભાળીયા)ની વિરુઘ્ધ  પોકસો એકટ  મુજબ  ફરીયાદ નોંધાવી હતી.

પોલીસ ફરિયાદમાં જણાવાયા પ્રમાણે  આરોપી નિકેશ ચંદુએ ફરીયાદીની 16 વર્ષ અને 9 માસની પુત્રીને લલચાવી ફોસલાવી મિત્રતા કેળવી તેણી સાથે અવાર નવાર શરીર સબંધ બાંધતો . આ પછી  આરોપી નિકેશે સગીરાને પ્રેગનેન્સી ટેસ્ટ કરાવવા માટે બોલાવી હતી.  જયાં ભોગ બનનાર સગીરા અને તેની 14 વર્ષ ની માસીયાઈ  બહેનને સાથે લઇને આરોપી ગયા હતા.
અહીં  આરોપી નિકેશ પ્રજાપતીએ ભોગ બનનારની નાની બહેનને  એકલી બોલાવતા ભોગ બનનાર કિશોરીએ  તેની સાથે  એકલી જવાની ના કહી હતી. 

 આ વખતે ત્રણેય આરોપીઓએ જેમાં આરોપી આશિષ અને મહેશએ ભોગ બનનારના દુપટ્ટા વડે હાથપગ બાંધી દીધા હતા અને આ બે પૈકી એક આરોપીએ તેણીને છરી બતાવીને બૂમા-બૂમ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ  આપી હતી.ધાક-ધમકી  આપ્યા બાદ  આરોપી નિકેશે  ભોગ બનનારની નાની બહેન સાથે તેમની મરજી વિરુઘ્ધ શરીર સબંધ બાંઘ્યો.  આમ ત્રણેય શખ્સોએ એકબીજાને મદદગારી કરી ગુન્હો આચર્યો હતો.

1 જાન્યુઆરી થી 27 ફેબ્રુઆરી દરમિયાનના સમયગાળામાં  બજાણા રોડ અને શ્રીજી સોસાયટી વિસ્તારના અવાવરૂ ‚ જગ્યાએ આ ઘટના ઘટી હોવાનું ફરીયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલો સામે આવતા ગઇકાલે ભોગ બનનારના પિતા દ્વારા ઉપરોકત ત્રણેય આરોપી જેમાં મુખ્ય આરોપી નિકેશ અને તેને મદદ કરનારા આશિષ તથા મહેશની વિરુઘ્ધ વિધિવત ગુન્હો નોંધાવતા ખંભાળીયાના પીઆઇ પી.એમ. જુડાલ અને સ્ટાફ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી પોલીસે ફરીયાદના આધારે  તપાસ કરીને ત્રણેય શખ્સોની અટકાયત કરીને આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે
.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ