બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Two die of heart attack in Banaskantha

બનાસકાંઠા / શું માંડ્યું છે ભગવાન.! ડીસામાં બોર ઓપરેટરને ચાલુ નોકરીએ હાર્ટ એટેક, પાલનપુરમાં પૂર્વ મામલતદારના ધબકારા બંધ

Dinesh

Last Updated: 05:29 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં હાર્ટ એટેકથી બેના મોત થયાં છે, ડીસા નગર પાલિકાના બોર ઓપરેટરનું અને પાલનપુરના પૂર્વ મામલતદારનું હાર્ટએટેકથી મોત થયું છે

  • બનાસકાંઠામાં હાર્ટ એટેકથી બેના મોત
  • ડીસા નગર પાલિકામાં બોર ઓપરેટરનું હાર્ટ એટેકેથી મોત
  • પાલનપુરના પૂર્વ મામલતદારનું હાર્ટએટેકથી નિધન


રાજ્યમાં હાર્ટ એટકેથી મોતની ઘટના વધી રહી છે, બનાસકાંઠામાં ફરી એકવાર હાર્ટ એટેકથી બે વ્યક્તિનું મોત થયાની ઘટના સામે આવી છે. ડીસામાં એક વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. ચાલુ નોકરી દરમિયાન કીર્તિકુમાર સોલંકીનું હાર્ટ એટેકથી મોત થયું છે, તો પાલનપુરના પૂર્વ મામલતદારનું હાર્ટએટેકથી નિધન થયું છે. 

પાલિકામાં બોર ઓપરેટરનું હાર્ટ એટેકથી મોત
ડીસા નગર પાલિકામાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા કિર્તીકુમાર સોલંકીનું હાર્ટ એટેકથી અચાનક મોત થયું છે. તેઓ ચાલુ નોકરીએ હતાં ત્યારે તમને અચાનક હાર્ટ એટેક આવ્યું હતું જેનાથી તેનું મોત થયું છે. જો કે, આ ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરીવળ્યું છે.

ભુજ ડિઝાસ્ટર મામલતદારનું હાર્ટ એટેકથી મોત
પાલનપુરના પૂર્વ મામલતદારનું હાર્ટએટેકથી નિધન થયું છે જેઓ ભુજ ડિઝાસ્ટર મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા તેમનું વડગામ તાલુકાના બસુ ગામના હૈદર નાગોરી ગામે હાર્ટ એટેકથી અવસાન થયું છે.

સુરતમાં એક સાથે બે હાર્ટ એટેકની ઘટના બની હતી
થોડા દિવસ અગાઉ સુરતમાં પણ એક સાથે બે હાર્ટ એટેકની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી. સુરતના સચિન વિસ્તારમાં 46 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. આ સાથે અન્ય એક 28 વર્ષીય યુવકનું પણ હાર્ટ એટેકથી જ નિધન થયું હતું. પ્રાથમિક વિગતો મુજબ બંને વ્યક્તિઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જે બાદમાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબો બંનેને મૃત જાહેર કર્યા હતા. 

ખબર પણ નહીં પડે અને આવી જશે સાયલન્ટ હાર્ટએટેક, પળમાં જતો રહેશે જીવ, જાણી  લેજો બચવાના ઉપાય I what is a silent heart attack know causes symptoms risk  factors

ડોક્ટરનું માનવુ છે કે,  યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. હાર્ટ એટેકના કારણે ઘણા લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થાય છે જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે તો ઘણા હોસ્પિટલમાં લઇ ગયા બાદ મૃત્યુ પામે છે. આવો, ડોક્ટરના મતે  હાલના સમયમાં હાર્ટ એટેકમાં વધારો થવાના મુખ્ય કારણો વિશે જાણીએ...

  • સ્ટ્રેસ લેવોઃ વધુ પડતો સ્ટ્રેસ લેવુએ હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે. હાલના સમયમાં યુવાનોમાં પણ સ્ટ્રેસ (તણાવ) વધ્યો છે. આર્થિક, પારિવારિક કારણો, પરિવારમાં કોઈનું આકસ્મિક મૃત્યુ, સમયનો અભાવ કે અન્ય કારણોસર યુવાનોમાં તણાવ વધ્યો છે. જે હાર્ટ એટેકનું મોટું કારણ છે. ડોક્ટર અનુસાર તણાવના કારણે હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે.
  • પૂરતી ઊંઘ ન લેવીઃ પૂરતી ઊંઘ ન મળવાથી કે લેવાના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે. આજકાલ યુવાનોમાં મોબાઈલનો ઉપયોગ વધુ પડતા સ્ટ્રેસ કે અન્ય કારણોસર પૂરતી ઊંઘ નથી આવતી. જેના કારણે હાર્ટ એટેકના કેસમાં પણ વધારો થયો છે.
  • ખરાબ ડાયેટઃ આજના યુવાનો હેલ્ધી ડાયટ નથી લેતા. યુવાનોમાં ફાસ્ટ ફૂડનું સેવન ઝડપથી વધ્યું છે. બજારમાં તળેલી વસ્તુઓ વધુ ખાવાથી હાર્ટ એટેકના કેસ પણ વધી ગયા છે.
  • જેનેટિક કારણોઃ પરિવારમાં જો કોઈ વ્યક્તિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તેમણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. હાર્ટ એટેકનું મુખ્ય કારણ જીનેટિક્સ છે. તેથી, જો તમારા પરિવારમાં કોઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હોય, તો તમારી જાતનું વિશેષ ધ્યાન રાખો.
  • વ્યાયામનો અતિરેકઃ તાજેતરના સમયમાં એવું જોવામાં આવ્યું છે કે જે લોકો દરરોજ કસરત કરે છે તેઓ પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. વ્યાયામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. પરંતુ વધુ પડતી કસરતને કારણે હૃદય પર તણાવ રહે છે જેના કારણે હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એટલા માટે દરરોજ માત્ર માપની જ કસરત કરો.
  • જોખમી પરિબળોની હાજરી: ઘણા રોગો છે જે હાર્ટ એટેકનું કારણ બને છે. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશર વગેરે જેવી બીમારીઓ પણ હાર્ટ એટેકનું કારણ બની શકે છે. વધુ પડતું ધૂમ્રપાન પણ હાર્ટ એટેકનું કારણ બને છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ