ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
જેક ડોર્સીએ તેમના ઓફિશિયલ એકાઉન્ટ પર બિગ ટેકને ફોલો કર્યા બાદ @ જેક હવે @BigTechAlert લખીને ટ્વિટ કર્યું હતું. બીજી તરફ, બિગ ટેક એલર્ટ દ્વારા ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે છે કે જેકએ @finkd ને અનુસર્યો છે. તે પછી ટ્વિટરની પીઆર ટીમ @twittercomms એ ટ્વીટ કર્યું કે ઝકરબર્ગે @finkd.એકાઉન્ટથી 2012થી કોઇ ટ્વીટ કર્યું નથી. આ ટ્વિટર એકાઉન્ટમાંથી અત્યાર સુધી માત્ર 12 ટ્વિટ કરવામાં આવ્યા છે.જોકે ડોર્સીએ ઝકરબર્ગને કેમ અનફોલો કર્યા તે સ્પષ્ટ નથી.પરંતુ એવું મનાઇ રહ્યું છે કે ઝકરબર્ગનું એકાઉન્ટ ઇનએકિટવ હોવાના કારણે ડોર્સીએ આ નિર્ણય કર્યો હોઇ શકે.
ADVERTISEMENT
સોશિયલ મિડીયા કંપની ચલાવતા આ બંને મહારથીઓની ફેક ન્યુઝ અને રાજકીય મુદ્દાઓ પર અલગ-અલગ મંતવ્ય ધરાવે છે. જેક ડોર્સીએ તાજેતરમાં જ ટ્વિટર પર રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ માર્ક ઝકરબર્ગે હજી સુધી તેમના પ્લેટફોર્મ માટે આ પ્રકારનું પગલું ભર્યું નથી.અત્રે એ પણ ઉલ્લ્ખનીય છે કે થોડા દિવસ પહેલા કમ્પ્યૂટર પ્રોગ્રામર અને વોટસએપના સહ-સ્થાપક બ્રાયન એક્ટને લોકોને ફેસબુક ડિલીટ કરવાનું કહીને સનસનાટી મચાવી હતી. બ્રાયન એકટન ફેસબુકની પ્રાઇવેસીની સમસ્યા અને એન્ક્રિપ્શન મામલે નારાજ છે.
સંકળાયેલા મુદ્દાઓ