બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / tv arvind trivedi death dipika chikhlia arun govil and sunil lahri condolences

શ્રદ્ધાંજલિ / ઓનસ્ક્રીન 'રાવણ'ના નિધન પર રામે દુઃખ પ્રગટ કર્યું, વડાપ્રધાન સહિતનાં લોકોએ શૉક વ્યક્ત કર્યો

Premal

Last Updated: 11:21 AM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવીના પોપ્યુલર પૌરાણિક શો રામાયણમાં રાવણનું પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદીનું ગઈકાલે રાત્રે હાર્ટ એટેકથી નિધન થયુ છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા અને તેના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કર્યુ હતુ. વડાપ્રધાન મોદીએ તેમના નિધન પર દુ:ખ દર્શાવ્યું છે.

  • રાવણનું પાત્ર ભજવનારા અરવિંદ ત્રિવેદીનું રાત્રે હાર્ટ એટેકથી નિધન
  • વડાપ્રધાન મોદીએ ત્રિવેદીના નિધન પર દુ:ખ દર્શાવ્યું
  • અરવિંદ ત્રિવેદી એક અસાધારણ અભિનેતા હતા, ઓમ શાંતિ

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું

અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. તેમના નિધનથી ટીવી અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અરવિંદ ત્રિવેદીના નિધન પર વડાપ્રધાન મોદી સહિત રામાયણમાં તેના સહ કલાકારો અને ઘણી મોટી સેલિબ્રિટીઓએ દુ:ખ દર્શાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ દ્વારા લખ્યું, "આપણે અરવિંદ ત્રિવેદીને ગુમાવી દીધા છે. જે ફક્ત એક અસાધારણ અભિનેતા હતા. પરંતુ જનસેવા પ્રત્યે ઝનૂની પણ હતા. ભારતીય પેઢીઓ માટે તેમને રામાયણ ટીવી સીરિયલમાં તેમના કામ માટે યાદ કરવામાં આવશે. ઓમ શાંતિ."

અરૂણ ગોવિલે અરવિંદ ત્રિવેદીના નિધન પર દુ:ખ દર્શાવ્યું

રામાયણમાં શ્રીરામનું પાત્ર ભજવનારા અરૂણ ગોવિલે ટ્વિટ કરી પોતાના નજીકના મિત્ર અરવિંદ ત્રિવેદીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યુ છે. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું, આધ્યાત્મિક રૂપથી રામ અવતારનું કારણ અને સાંસારિક રૂપથી ખૂબ જ સારા, ધાર્મિક, સરળ સ્વભાવના માણસ અને મારા અતિપ્રિય મિત્ર અરવિંદ ત્રિવેદીજીને આજે માનવ સમાજે ગુમાવી દીધા છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે તેઓ સીધા પરમલોકમાં જશે અને ભગવાન શ્રીરામનું સાનિધ્ય પ્રાપ્ત કરશે.

લક્ષ્મણનું પાત્ર ભજવનારા સુનીલ લહેરીએ શોક દર્શાવ્યો

રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવનારા સુનીલ લહરીએ પણ અરવિંદ ત્રિવેદીના નિધન પર દુ:ખ દર્શાવ્યું છે. તેમણે ટ્વિટર પર અરવિંદ અને તેના પાત્ર રાવણની તસ્વીરો શેર કરતા લખ્યું, ખૂબ જ દુખદ સમાચાર છે કે આપણી વચ્ચે અરવિંદ ભાઈ રહ્યાં નથી. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. મારી પાસે કોઈ શબ્દો નથી. તેઓ મારા પિતાની જેમ હતા. તેઓ મારા માર્ગદર્શક અને સજ્જન પુરૂષ હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ