બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / True value builder group ed raid ahmedabad

દરોડા / ટ્રૂ વેલ્યુ ગ્રુપને ત્યાં 3 દિવસથી ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં EDને મળી મોટી સફળતા, આટલા કરોડ કર્યા જપ્ત

Hiren

Last Updated: 08:41 PM, 31 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના જાણીતા બિલ્ડરને ત્યાં EDની તપાસ સતત ત્રીજા દિવસે યથાવત જોવા મળી છે. સેટેલાઇટ વિસ્તારમાં આવેલ ટ્રુ વેલ્યુ ગ્રુપની ઓફિસ, બિલ્ડરના રહેઠાણ સહિતના ઠેકાણાંઓ પર EDએ દરોડા પાડ્યા હતા. ત્યારે આજે ટ્રૂ વેલ્યુ ગ્રુપ પરના દરોડામાં 6 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે.

  • અમદાવાદના જાણીતા બિલ્ડરને ત્યાં ઇડીની રેડ
  • ટ્રુ વેલ્યુ ગ્રુપને ત્યાં સતત ત્રીજા દિવસે ઇડીની તપાસ
  • દરોડામાં 6 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી

અમદાવાદના જાણીતા બિલ્ડર અને તેના ભાગીદારને ત્યાં EDનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. બિલ્ડરને ત્યાં દસ્તાવેજો અને બેનામી સંપત્તિની તપાસ ચાલુ છે અને તેમના તમામ વ્યવહારોની તપાસ પણ કરાઇ છે. તેવામાં હવે આ દરોડામાં 6 કરોડની રોકડ જપ્ત કરાઈ છે. ભારતીય ઉપરાંત વિદેશી ચલણ પણ કબજે લેવાયું છે. એર્ડોર ગ્રુપના બેન્કોને ચૂનો લગાવ્યાના ગુનામાં સંડોવણી આવી સામે છે. અનેક ડમી કંપનીઓ ઊભી કરીને સર્ક્યુલર ટ્રેડિંગ કરતા હતા. ટ્રૂ વેલ્યુ ગ્રુપ, વિપુલ એન્ડ મનીષ એસોસિયેટ્સ પર સકંજો કસ્યો છે. ટ્રૂ વેલ્યુ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ પર પણ સકંજો કસાયો છે. જોકે હજુ બિલ્ડરને ત્યાં દસ્તાવેજો અને બેનામી સંપતીની તપાસ ચાલુ છે. બિલ્ડર દ્વારા કરાયેલ વ્યવહારોની પણ તપાસ હાથ ધરાઇ છે.

અમદાવાદના ઈતિહાસની મોટી રેડ

આ દરોડામાં બીજા રાજ્યોમાંથી પણ અધિકારીઓને બોલાવામાં આવ્યાં છે. જેમાં કુલ 6 જેટલી ટીમ તપાસમાં જોડાઇ છે. આ રેડને અમદાવાદના ઈતિહાસની મોટી ગણાતી રેડમાંની એક ગણાય છે. કારણ કે તપાસ માટે અન્ય રાજ્યોમાંથી પણ EDના અધિકારીઓની ફોજ ઉતારવામાં આવી છે. હાલ અમદાવાદના મોટા બિલ્ડરને ત્યાં રેડના પગલે ફફડાટ મચ્યો છે. 

અનેક કંપનીઓએ લોન નહીં ભરી હોવાના કિસ્સામાં ટ્રુ વેલ્યૂ ગ્રૂપની સંડોવણીની શંકા

ટ્રુ વેલ્યુ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટના વ્યવહાર અંગે તપાસ કરવામાં આવી રહી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનીષ શાહ અને સમીર મહેશ્વરી પ્રમોટર છે. જેઓ કંપનીઓને મોટી લોન અપાવવાનું કામ કરતાં હતા. અનેક કંપનીઓએ લોન નહીં ભરી હોવાના કિસ્સામાં ટ્રુ વેલ્યુ ગ્રૂપની સંડોવણીની શંકા છે.

લક્ઝુરિયસ ફ્લેટ્સ અને કમર્શિયલ ઓફિસ બનાવે છે આ બિલ્ડર

અમદાવાદના એસ.જી હાઈવે, પ્રહલાદ નગર, આંબલી-બોપલ અને બોડકદેવ જેવા પૉશ વિસ્તારમાં ટ્રુ વેલ્યુ ગ્રુપની જુદી જુદી સ્કીમ આવેલી છે. આ વિસ્તારોમાં એક એક ફ્લેટ અને ઓફિસ કરોડો રૂપિયા હોય તેવી બિલ્ડિંગો બનાવેલી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ