બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Top news for farmers, heavy rain likely on these two dates, cyclonic and trough active, see where the rain will fall

કમોસમી વરસાદ / ખેડૂતો માટે સૌથી માઠા સમાચાર, આ બે તારીખોમાં ભારે વરસાદની સંભાવના, સાયક્લોનિક અને ટ્રફ સક્રિય, જુઓ ક્યાં પડશે વરસાદ

Vishal Khamar

Last Updated: 03:50 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં હાલ રાત્રે ઠંડી તેમજ સવારે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં રાજ્યનાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી
  • 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના
  • 25 નવેમ્બર બાદ ઠંડીનું પ્રમાણ વધી શકે છેઃ હવામાન વિભાગ

હાલમાં રાજ્યમાં શિયાળાની મૌસમ ધીમે ધીમે જામી રહી છે. હવામાન વિભાગ દ્વારા વાતાવરણ અંગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. જ્યારે 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. 

રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી 
આ બાબતે હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે,  રાજ્યનાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યનાં અન્ય કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં આગાહી કરવામાં આવી છે. રાજકોટ, સુરેન્દ્ર નગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી છે. 

25 નવેમ્બર બાદ વધી શકે છે ઠંડીનો ચમકારો
પૂર્વીય પવનોથી આવતા ભેજનાં કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.  

 

સંકળાયેલા મુદ્દાઓ

IMD Meteorological Department South Gujarat Unseasonal Rainfall કમોસમી વરસાદ ગુજરાત ભારતીય હવામાન વિભાગ Meteorological Department
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ