બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Budget / Today the budget of Gujarat for the year 2024-25 will be presented in the assembly

Gujarat Budget 2024 / કેવું હશે આજનું ગુજરાત બજેટ? કોના પર મૂકાશે વિશેષ ભાર? ઋષિકેશ પટેલે કરી સ્પષ્ટતા

Vishal Khamar

Last Updated: 11:28 AM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના નાણાંમંત્રી વર્ષ 204-25 ના બજેટનું બજેટ આજે રજૂ થનાર છે. ત્યારે બજેટ પહેલા સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ દ્વારા બજેટને લઈ મોટું નિવેદન આપ્યું હતું. ગુજરાતને કઈ રીતે આગળ લઈ જવું તે અંગેની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

  • આજે ગુજરાતનું વર્ષ 2024-25 નું બજેટ વિધાનસભામાં રજૂ થશે
  • નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ત્રીજી વખતે રજૂ કરશે બજેટ
  • મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને બજેટમાં આવરી લેવાશેઃ કનુભાઈ દેસાઈ

 આજે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ ત્રીજી વખત ગુજરાત વિધાનસભાનું બજેટ રજૂ કરવાના છે.  બજેટ પહેલા સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. જેમાં આજે રજૂ થનાર બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને કેન્દ્રમાં રાખી તૈયાર કરાયું છે. તેમજ આવનારા 25 વર્ષ કઈ રીતે કામ કરવું અને દરેક ક્ષેત્રે ગુજરાતને કઈ રીતે આગળ રાખવું તે અંગે જોગવાઈ કરવામાં આવી છે. 

બજેટ પહેલા વિધાનસભા ગૃહની બેઠક મળશે
આજે સવારે 10 વાગ્યે  વિધાનસભા ગૃહની બેઠક મળશે, ત્યારે પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની શરૂઆત થશે.  મુખ્યમંત્રી હસ્તકના વિભાગોના મુદ્દાઓ પર ચર્ચા થશે. ગૃહ, માર્ગ મકાન, શહેરી વિકાસ વિભાગના મુદ્દાઓ પર મહત્વની ચર્ચા થશે. નર્મદા, સામાન્ય વહિવટ, રમત ગમત, યુવા સાંસ્કૃતિક વિભાગ, વાહનવ્યવહાર વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરાશે. પ્રશ્નોત્તરી કાળ બાદ ગૃહમાં ખર્ચનાં પૂરક પત્રની રજૂઆત કરાશે. ત્યારબાદ નાણાં મંત્રી કનુ દેસાઈ વર્ષ 2024-25નું અંદાજ પત્ર રજૂ કરશે.

વધુ વાંચોઃ વિદેશનો મોહ ભારે પડ્યો! એજન્ટે એકસાથે 5 લોકોને રોવડાવ્યાં, ડમી લેટરના નામે 20.60 લાખ પડાવી લીધા

સતત ત્રીજી વખત કનુ દેસાઈ બજેટ રજૂ કરશે
કેન્દ્ર સરકાર બાદ આજે રાજ્ય સરકારનું બજેટ રજૂ કરવામાં આવશે. નાણાં મંત્રી કનુ દેસાઈ સતત ત્રીજી વખત બજેટ રજૂ કરશે. અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવનાર હોવાનુ જાણવા મળ્યુ છે. વર્ષ 2024-25ના બજેટનું રૂપિયા 3.30 લાખ કરોડ આસપાસનું કદ રહેવાની શક્યતા છે. બજેટમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ