બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Today is Budh Pradosh Vrat: Rudvabhishek is very important today

ધર્મ / આજે છે બુધ પ્રદોષ વ્રત: આજના દિવસે રૂદ્વાભિષેકનું હોય છે અનેરું મહત્વ, જાણો મુહૂર્તથી લઇને...

Pooja Khunti

Last Updated: 08:59 AM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રદોષ વ્રત માટે પ્રદોષ કાળની પૂજા મુહૂર્તની માન્યતા છે. આ પ્રમાણે બુધ પ્રદોષ વ્રત 21 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવશે. તેનું એક કારણ એ પણ છે કે 22 ફેબ્રુઆરીના દિવસે ત્રયોદશી તિથિ બપોરે સમાપ્ત થઈ જશે.

આ વખતે માઘ મહિનાનું છેલ્લું પ્રદોષ વ્રત બુધવારના દિવસે માઘ શુક્લ ત્રયોદશી તિથિના રોજ હશે. માઘ પૂર્ણિમા પછી ફાગણના કૃષ્ણ પક્ષનું પ્રદોપ વ્રત આવશે. આ વખતે બુધ પ્રદોષ વ્રત આયુષ્માન અને સૌભાગ્ય યોગમાં છે. આ દિવસે પુનર્વસુ અને પુષ્ય નક્ષત્ર પણ છે. જે લોકો પ્રદોષના દિવસે રૂદ્રાભિષેક કરવા ઈચ્છે છે, તેમના માટે આ સમય સારો છે. જાણો, માઘ મહિનાનું બુધ પ્રદોષ વ્રત ક્યારે છે. 

બુધ પ્રદોષ વ્રત
વૈદિક પંચાંગ પ્રમાણે માઘ મહિનાની શુક્લ ત્રયોદશી તિથિ 21 ફેબ્રુઆરીના રોજ બુધવારે 11:27 વાગ્યે શરૂ થઈ રહી છે. આ તિથીનું સમાપન 22 ફેબ્રુઆરીના દિવસે એટલે કે ગુરુવારે બપોરે 1:21 વાગે થશે. પ્રદોષ વ્રત માટે પ્રદોષ કાળની પૂજા મુહૂર્તની માન્યતા છે. આ પ્રમાણે બુધ પ્રદોષ વ્રત 21 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવશે. તેનું એક કારણ એ પણ છે કે 22 ફેબ્રુઆરીના દિવસે ત્રયોદશી તિથિ બપોરે સમાપ્ત થઈ જશે. 

બુધ પ્રદોષ વ્રતનું મુહૂર્ત
જે લોકો 21 ફેબ્રુઆરીના દિવસે બુધ પ્રદોષ વ્રત કરશે, તેમને ભગવાન શિવની પૂજા કરવા માટે અઢી કલાકનો સમય મળશે. માઘ મહિનાનાં બુધ પ્રદોષ વ્રતની પૂજાનું મુહૂર્ત સાંજે 6:15 થી રાત્રે 8:47 વાગ્યા સુધી છે. આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 5:13 થી 6:04 વાગ્યા સુધી રહેશે. 

સૌભાગ્ય યોગ અને પુષ્ય નક્ષત્રમાં બુધ પ્રદોષ વ્રતની પૂજા કરવામાં આવશે 
માઘ મહિનાનાં બુધ પ્રદોષ વ્રતની પૂજા સૌભાગ્ય યોગ અને પુષ્ય નક્ષત્રમાં કરવામાં આવશે. વ્રતના દિવસે વહેલા સવારેથી જ આયુષ્માન યોગ ચાલુ રહેશે. જે 11:51 વાગ્યે સમાપ્ત થશે. ત્યારબાદ સૌભાગ્ય યોગ ચાલુ થશે. જે આખી રાત રહેશે. પુનર્વસુ નક્ષત્ર સવારથી બપોરના 2:18 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ પુષ્ય નક્ષત્ર ચાલુ થશે. બુધ પ્રદોષ વ્રતના દિવસે બંને યોગ શુભ છે અને નક્ષત્ર પણ સારા છે. આ સમયે પૂજા કરવાથી તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે. 

વાંચવા જેવું: ભારતના આ ગામમાં જ અવતાર લેશે ભગવાન કલ્કિ: આજે PM મોદીએ મંદિરનું કર્યું શિલાન્યાસ, જાણો શું છે માન્યતા

બુધ પ્રદોષ વ્રતનું મહત્વ શું છે 
બુધ પ્રદોષ વ્રત રાખીને ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો વ્યક્તિની દરેક સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે તેને બીમારીઓથી પણ મુક્તિ મળે છે. આ વ્રત કરવાથી આર્થિક સ્થિતિમાં સુધાર થાય છે અને સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ