બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / This stock has risen 9 times in the last six months, giving a shocking return

ફાયદાની વાત / છેલ્લા છ મહિનામાં 9 ગણો વધ્યો આ શેર, આપ્યું ચોંકાવનારું રિટર્ન

Published By: Kashyap

Last Updated: 02:46 PM, 5 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારમાં ચાલી રહેલી જોરદાર તેજી વચ્ચે છેલ્લા એક વર્ષમાં ઘણા શેરો જબરદસ્ત રિટર્ન આપી રહ્યા છે. પેની શેર હોય કે દિગ્ગજ શેર, બધા જ અદ્ભુત કામ કરી રહ્યા છે.

આ શેરે છેલ્લા છ મહિનામાં લગભગ 800% આપ્યું રિટર્ન
જાન્યુઆરી 2021થી અત્યાર સુધી લગભગ 556%ઉછળ્યો શેર 
આ શેરમાં રોકાણ કરતાં સમય રહેવું પડે છે સાવચેત 

એક પેની શેર Rattanindia Enterprises ના ભાવમાં છેલ્લા છ મહિનામાં લગભગ 9 ગણો વધારો જોવા મળ્યો છે. આ આશ્ચર્યજનક રિટર્નથી રોકાણકારો સમૃદ્ધ બની ગયા છે. 

જાન્યુઆરી 2021થી અત્યાર સુધી લગભગ 556%ઉછળ્યો શેર 
Rattanindia Enterprises ના શેરોએ છેલ્લા છ મહિનામાં લગભગ 800% રિટર્ન આપ્યું છે. આ શેર આ વર્ષે 30 એપ્રિલના રોજ 4.95 રૂપિયાનો હતો. 4 ઓક્ટોબર એટલે કે સોમવારે તે 44.60 રૂપિયા પર કલોસ થયો હતો. એટલે કે, જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેનું રોકાણ 9 લાખ રૂપિયા પાર થઈ ગયો હોત. તેની સરખામણીમાં BSE સેન્સેક્સે માત્ર 19.57%નું રિટર્ન આપ્યું છે. તે ઉપરાંત જાન્યુઆરી 2021થી આ શેર અત્યાર સુધીમાં લગભગ 556%ઉછળ્યો છે. 4 ઓક્ટોબરે BSE પર આ શેરનું માર્કેટ કેપ વધીને રૂ .6,164.92 કરોડ થયું ચૂક્યું છે

પ્રમોટર્સનો અને શેરધારકોનો હિસ્સો હતો 74.75% - 25.25%
આ વર્ષે 27 જુલાઈના રોજ આ શેર  52 સપ્તાહની ઊંચાઈ રૂપિયા 70.65 સુધી પહોંચી ગયો હતો અને 6 એપ્રિલના રોજ 52 સપ્તાહની નીચીલી સપાટી પર રૂપિયા  4.48 સુધી હતો. જૂન 2021 ક્વાર્ટર અનુસાર, કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 74.75% અને સામાન્ય શેરધારકોનો હિસ્સો 25.25% હતો. તેમાં નવ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ લગભગ 12 કરોડ રૂપિયાનો રોકાણ કર્યું છે. Rattanindia Group Thermal Power, Renewable Energy, Consumer Finance વગેરેના વ્યવસાય સાથે સંકળાયેલું છે. Adani Transmission જે આ રીતે બિઝનેસ કરે છે, તેણે છેલ્લા છ મહિનામાં 57% અને NTPC એ 30% નું રિટર્ન આપ્યું છે. તાજેતરમાં Rattanindiaએ તેની સબ્સિડિયારી NeoSky India દ્વારા ડ્રોન બિઝનેસ શરૂ કર્યો છે. 

આ શેરમાં રોકાણ કરતાં સમય રહેવું પડશે સાવચેત 
જોકે, રોકાણકારોએ પણ આ શેરમાં રોકાણ કરતી વખતે સાવચેત રહેવું જોઈએ . કંપનીની નાણાકીય કામગીરી તેના શેરના જબરદસ્ત પ્રદર્શન સાથે મેળ ખાતી નથી. આ વર્ષની પ્રથમ ત્રિમાસિકમાં એટલે કે જૂનમાં કંપનીનું વેચાણ માત્ર 1 કરોડ રૂપિયા રહ્યું છે. તેને 83 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. સપ્ટેમ્બર 2018 થી ડિસેમ્બર 2020ની ત્રિમાસિકમાં કંપનીનું વેચાણ શૂન્ય રહ્યું હતું. ભૂતકાળમાં કોઈપણ શેરનું સારું પ્રદર્શન ગેરેન્ટી નથી આપતું  કે તે ભવિષ્યમાં પણ સારું પ્રદર્શન કરશે. કોઈપણ રીતે પેની શેરોમાં રોકાણ કરવું ખૂબ જોખમી ગણાય છે. આમાં પ્રમોટર્સનો હિસ્સો વધુ હોવાને કારણે, મેનિપુલેશનની શક્યતા હોય છે. તેથી, આમાં રોકાણ કરતા પહેલા, તમારે સેબીમાં નોંધાયેલા કોઈ રોકાણ સલાહકારની સલાહ લેવી જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

Loss Profit Rattanindia Enterprises Share Bazar Share Market multibagger stock Shares ntpc Buisness

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ