બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / This method of running AC will eliminate the tension of electricity bill, maintenance will also remain intact

કામની વાત / ગરમી લાગે છે પણ AC ચલાવતા સમયે બિલ વધી જવાનું ટેન્શન સતાવે છે? તો અપનાવો આ ટ્રિક, નહીં વધે ખિસ્સા પર ભાર

Megha

Last Updated: 01:24 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં AC માં રહેવાની અને રાત્રે AC માં સૂવાની મજા જ કંઈક અલગ છે પણ એ સમયે મનમાં ટેન્શન રહે છે કે એસી જેટલું લાંબુ ચાલશે તેટલું વીજળીનું બિલ આવશે?

  • એસી જેટલું લાંબુ ચાલશે તેટલું વીજળીનું બિલ આવશે?
  • એસીને યોગ્ય રીતે ચલાવીશું તો બિલ પણ ઘણું ઓછું આવશે
  • વારંવાર ટેમ્પરેચર ફેરફારને કારણે પ્રેશર વધે 

અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે અને ભયંકર ગરમી પડી રહે છે. જ્યારે પણ ઉનાળો આવે છે ત્યારે સૌથી પહેલા લોકો વચ્ચે એસીની ચર્ચા થાય છે અને આપણે બધા જાણીએ છીએ કે આ ભયંકર ગરમીનો સામનો કરવા માટે એસી એ શ્રેષ્ઠ ઉપાય છે. 

એસી જેટલું લાંબુ ચાલશે તેટલું વીજળીનું બિલ આવશે?
ઉનાળામાં AC માં રહેવાની અને રાત્રે AC માં સૂવાની મજા જ કંઈક અલગ છે. એસી આપણને ગરમીથી રાહત આપે છે પણ એ સમયે મનમાં ટેન્શન રહે છે કે એસી જેટલું લાંબુ ચાલશે તેટલું વીજળીનું બિલ આવશે. વધતા બિલના ટેન્શનને કારણે ઘણા લોકો માત્ર રાત્રે જ એસીનો ઉપયોગ કરે છે. એસી ચલાવવાથી કેટલું બિલ આવશે પણ તેનો આધાર તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તેના પર છે. આ ઉનાળાની ઋતુમાં મોટાભાગના લોકો એસી ચલાવે છે પણ તેને યોગ્ય રીતે કેવી રીતે ચલાવવું તે બહુ ઓછા લોકો જાણે છે.

એસીને યોગ્ય રીતે ચલાવીશું તો બિલ પણ ઘણું ઓછું આવશે
જણાવી દઈએ કે AC માંથી આવતું બિલ અને AC નું પરફોર્મન્સ બંને આપણા ઉપયોગ પર આધારિત છે. જો આપણે એસીને યોગ્ય રીતે ચલાવીશું તો બિલ પણ ઘણું ઓછું આવશે અને એસી વર્ષો સુધી સારી રીતે ચાલતું રહેશે. એટલે કે એસી એક જ તાપમાને ચલાવવામાં આવે તો વીજળીનું બિલ વધવાનું ટેન્શન ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. 

વારંવાર ટેમ્પરેચર ફેરફારને કારણે પ્રેશર વધે 
વારંવાર ટેમ્પરેચર વધવાથી અને ઘટવાથી એસીના પરફોર્મન્સ પર અસર થાય છે, સાથે જ એસીને વધુ મહેનત કરવી પડે છે. એટલે જો તમે એસીને સમાન તાપમાને સેટ કરો છો, તો એસીએ ઓછું કામ કરવું પડશે અને વીજળીનો ભાર વધતો નથી.

આ ટેમ્પરેચર પર જ ચલાવો એર કંડિશનર 
એવું માનવામાં આવે છે કે જો તમે એર કંડિશનર પર એક ડિગ્રી તાપમાન ઓછું કરો છો, તો તે વીજળીનું બિલ 6 ટકા વધે છે. આવી સ્થિતિમાં જો તમે રૂમને ઝડપથી ઠંડો કરવા માટે એર કંડિશનરને 18-19 ડિગ્રી સેલ્સિયસ પર સેટ કરો છો, તો બિલ વધુ વધી જશે. એટલા માટે તમે AC ને 23-25 ​​ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રાખો. તેનાથી તમારા AC પરનો ભાર વધારે નહીં વધે.

રૂમને ઠંડો કરવા માટે આ રીત અનુસરો
AC ચાલવાથી બિલ ઓછું કરવા અને તમારા રૂમને ઝડપથી ઠંડુ કરવા માટે તમે આવી કેટલીક રીતો અજમાવી શકો છો. જ્યારે AC ચાલુ હોય ત્યારે તમે રૂમમાં પંખો ચાલુ કરી શકો છો જેથી ACની ઠંડી હવા આખા રૂમમાં ફેલાય. આ સાથે તમારે લાંબા સમય સુધી AC ચલાવવાની જરૂર નહીં પડે.  જ્યારે તમે AC ચલાવો છો, ત્યારે ધ્યાનમાં રાખો કે તે રૂમમાં વધુ ગરમી ઉત્પન્ન કરતી પ્રોડક્ટ્સ જેમ કે ફ્રીજ, લેપટોપ વગેરેનો ઉપયોગ કરવામાં ન આવે. તેનાથી રૂમમાં ગરમી વધે છે અને રૂમને ઠંડક થવામાં પણ લાંબો સમય લાગે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ