બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / This Indian player has been suffering from a serious illness since childhood, even today he face a problem while fielding
બાળપણથી ગંભીર ઇજા હોવા છતાં ક્રિકેટમાં કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન
રણજી ટ્રોફીમાં તમિલનાડુ માટે ફર્સ્ટ ક્લાસ કર્યું હતું ડેબ્યૂ
ટીમમાં સાથી ખેલાડીયો આપે છે સારો સપોર્ટ
ADVERTISEMENT
ભારતીય ટીમના યુવા ખેલાડી વોશિંગ્ટન સુંદર 5 ઓક્ટોબરે પોતાનો 22 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ યુવા ખેલાડીએ ખૂબ જ ઓછા સમયમાં ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. ગત વર્ષે ઓસ્ટ્રેલિયા સામે ગાબા ખાતે તેણે શ્રેષ્ઠ ઇનિંગ રમી હતી.

ADVERTISEMENT
રણજી ટ્રોફીમાં તમિલનાડુ માટે ફર્સ્ટ ક્લાસ કર્યું હતું ડેબ્યૂ
વોશિંગ્ટન સુંદરનો જન્મ 5 ઓક્ટોબર 1999ના રોજ તમિલનાડુમાં થયો હતો. તે લેફ્ટ હેન્ડ બેટ્સમેન અને રાઈટ હેન્ડ સ્પિનર છે. તે ક્રિકેટમાં તેના બંને હાથનો સારી રીતે ઉપયોગ કરે છે. તેણે 6 ઓક્ટોબર 2016 ના રોજ રણજી ટ્રોફીમાં તમિલનાડુ માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું. તે બાદ, 13 ડિસેમ્બર 2017ના રોજ, તેણે શ્રીલંકા સામે પ્રથમ ટી 20 મેચ રમી હતી. તે જ વર્ષે, તેણે 13 ડિસેમ્બરે શ્રીલંકા સામે વનડે ડેબ્યૂ કર્યું હતું.
બાળપણથી ગંભીર ઇજા હોવા છતાં ક્રિકેટમાં કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન
જો કે, ક્રિકેટર બનવાનું વોશિંગ્ટનનું સપનું એટલું સરળતાથી પુરુ થયું નહોતું, કારણ કે જ્યારે તે માત્ર 4 વર્ષનો હતો ત્યારે તેના પરિવારને ખબર પડી કે તે એક કાનથી સાંભળી શકતો નથી. તેની વર્ષો સુધી સારવાર કરવામાં આવી હતી પરંતુ આજે પણ તે આ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહી છે. જો કે, સુંદરે ક્યારેય આ ખામીને તેના ક્રિકેટમાં નળતર રૂપ થવા દીધી નથી. ઘણી મુશ્કેલીઓ બાદ પણ તેણે ક્રિકેટમાં આગળ વધવાનું નક્કી કર્યું અને ભારતીય ટીમમાં તેમજ IPLમાં અલગ સ્થાન બનાવ્યું.
ADVERTISEMENT

ટીમમાં સાથી ખેલાડીયો આપે છે સારો સપોર્ટ
સુંદર પોતાની ખામી વિશે કહે છે કે, 'હું જાણું છું કે સાથી ખેલાડીઓને ફિલ્ડિંગ કરતી વખતે તેમની સાથે કોર્ડિનેટ કરવામાં તકલીફ પડે છે, પરંતુ મારા સાથી ખેલાડીઓએ આ કારણે ક્યારેય મારી ફરિયાદ કરી નથી. તેઓ મને ક્યારેય મારી નબળાઈ વિશે કશું કહેતા નથી. IPLમાં વોશિંગ્ટન સુંદર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે, પરંતુ આંગળીની ઈજાના કારણે તે આ વખતે IPLના બીજા તબક્કા માટે ટીમ સાથે UAEમાં નથી.
ADVERTISEMENT
જો સુંદર સ્વાસ્થ્ય હોત તો તે ટી 20 વર્લ્ડ કપ માટે સિલેકટ થયો હોત
વોશિંગ્ટન સુંદરને આ મહિને 17 ઓક્ટોબરથી શરૂ થનારા ટી 20 વર્લ્ડ કપ માટે પણ સ્થાન મળ્યું નથી. તેના સ્થાને અક્ષર પટેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જોકે, ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું કહેવું છે કે જો સુંદર સ્વાસ્થ્ય હોત તો તેને ચોક્કસપણે ટીમમાં તક આપી હોત. વોશિંગ્ટન સુંદરની અત્યાર સુધીની ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તેણે 4 ટેસ્ટ મેચમાં 265 રન અને 6 વિકેટ ઝડપી છે. તે ઉપરાંત, તેણે એક વનડે મેચમાં 1 વિકેટ લીધી છે. 2017 IPLમાં કારકિર્દીની શરૂઆત કરનાર વોશિંગ્ટન સુંદર રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂક્યો છે. IPLની 42 મેચોમાં તેના 27 વિકેટ અને 217 રન છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.