જ્યારે તમે ડ્રાઇવિંગ કરતી વખતે સ્પીડ લિમિટ ક્રોસ કરો છો ત્યારે આ એપ તમને એલર્ટ આપવાનું કામ કરે છે. જેથી તમે સ્પીડને કંટ્રોલ કરી શકો અને ચલણથી બચી શકો.
ડ્રાઈવિંગ કરતા સ્પીડ લિમિટ નહીં થાય ક્રોસ
ગુગલનું આ ફિચર નહીં કપાવવા દે ચલણ
Googleનું આ ફીચર્સ છે તમારા કામનું
રસ્તા પર વાહન ચલાવતી વખતે થોડી ભૂલ થવી સામાન્ય બાબત છે. પરંતુ ક્યારેક આ નાની ભૂલ મોટી વાત બની જાય છે. જ્યારે તમારું ચલણ કપાય છે તે પણ ઓનલાઈન. કારણ કે હવે માત્ર મોટા શહેરોમાં જ નહીં, હાઈવે, ટોલ પ્લાઝા અને નાના ગામમાં પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
જે તમારા વાહનની સ્પીડ પકડીને તમને ચલણ આપે છે. પરંતુ તમે ગૂગલ પર ઉપલબ્ધ સ્પીડોમીટર ફીચરની મદદથી આ નુકસાન થવાથી અટકાવી શકો છો. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આ એપનો ઉપયોગ કેવી રીતે કરવો.
ગૂગલ સ્પીડોમીટર શું છે
સ્પીડોમીટર ગૂગલનું એક ખાસ ફિચર છે. જેનો ઉપયોગ તમે કારના મીટરના ખરાબ થવા પર મીટર તરીકે કરી શકો છો. ક્યારેક અચાનક કારના મીટરમાં કોઈ ખામી આવી જાય છે, જેના કારણે તમને સ્પીડનો ખ્યાલ નથી રહેતો અને ચલણ કપાવવાની શક્યતા વધી જાય છે. પરંતુ સ્પીડોમીટર તમને આમાં મદદ કરે છે.
સ્પીડોમીટર આપે છે એલર્ટ
આ એપ્લિકેશનમાં તમારે સ્પીડ લિમિટ સેટ કરવાની હોય છે અને જ્યારે તમે કાર ચલાવતી વખતે સ્પીડ લિમિટ ઓળંગો છો ત્યારે આ એપ તમને એલર્ટ આપવાનું શરૂ કરે છે. આ સાથે મોબાઈલ સ્ક્રીનનો રંગ પણ બદલાય છે. જેથી તમે તેને જોઈને એલર્ટ સમજી શકો અને સ્પીડને કંટ્રોલ કરી શકો. અને તમારૂ ચલણ કપાવવાથી બચી જાય.
આ રીતે કરો સ્પીડોમીટર ડાઉનલોડ
આ એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો.
એપ ખોલો અને ગૂગલ મેપ પ્રોફાઇલ પર ક્લિક કરો.
સૌથી નીચે સેટિંગ પર ક્લિક કરો, નેવિગેશન સેટિંગ ઓપન કરો.
હવે તમને ડ્રાઇવિંગનો વિકલ્પ મળશે. તેના પર જાઓ અને સ્પીડોમીટર પર ક્લિક કરો.
અહીં તમને આ ફીચરને ઓન કે ઓફ કરવાનો વિકલ્પ મળશે.
જો તમે તેને ઈનેબલ કરી રહ્યા છો તો પછી તમારા અનુસાર સ્પીડ લિમિટ સેટ કરો અને તેનો ઉપયોગ કરો.