બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / બિઝનેસ / This bank's IPO is coming on September 5, read this before investing

બિઝનેસ / 5 સપ્ટેમ્બરના રોજ આવી રહ્યો છે આ બેંકનો IPO, રોકાણ કરતાં પહેલા આટલું વાંચી લો

Megha

Last Updated: 05:09 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

5 સપ્ટેમ્બરના રોજ આવતા IPO દ્વારા બેંક 800 કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય રાખ્યું છે, IPO માં રોકાણ કરવું કે નહીં ચાલો જોઈએ.

  • આવતા અઠવાડિયે એક નવો IPO આવવા જઈ રહ્યો છે.
  • રોકાણકરો માટે રોકાણનો મોકો 
  • 800 કરોડના આ IPOની પ્રાઇસ બેન્ડ 500-525 રૂપિયા નક્કી કરવામાં આવી 

હાલ એક પછી એક એમ ઘણા IPO લોન્ચ થઈ રહ્યા છે. જો તમે હાલ જ લોન્ચ થયેલ ડ્રીમફોકસ અને સિરમા SGS ના IPO માં રોકાણ નથી કરી શક્યા તો આવતા અઠવાડિયે એક નવો IPO આવવા જઈ રહ્યો છે. તમિલનાડ મર્કટાઇલ બેંક(Tamilnad Mercantile Bank) નો IPO આવતા અઠવાડિયે ખૂલવા જઈ રહ્યો છે. એ બેંકે IPO દ્વારા 800 કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. એવામાં તમિલનાડ મર્કટાઇલ બેંક(Tamilnad Mercantile Bank) ના IPO માં રોકાણ કરવું કે નહીં ચાલો જોઈએ. 

રોકાણકરો માટે રોકાણનો મોકો 
તમિલનાડ મર્કટાઇલ બેંક(Tamilnad Mercantile Bank) ની સ્થાપના વર્ષ 1921માં થઈ હતી. તેનો IPO 5 સપ્ટેમ્બરના રોજ ખુલશે અને 7 સપ્ટેમ્બરના રોજ બંધ થશે. એટલે કે રોકાણકારો પાસે આ IPOમાં દાવ લગાવવા માટે ત્રણ દિવસ છે. 800 કરોડના આ IPOની પ્રાઇસ બેન્ડ 500-525 રૂપિયા નક્કી કરવામાં આવી છે અને તેની લોટ સાઈઝ 28 શેર છે. તૂતીકોરીન સ્થિત તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંક (Tamilnad Mercantile Bank) દેશની સૌથી જૂની ખાનગી ક્ષેત્રની બેંકોમાંથી એક છે.  આ મુખ્ય રૂપે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME), કૃષિ અને છૂટક ગ્રાહકોને બેંકિંગ અને નાણાકીય સેવાઓ પ્રદાન કરે છે.

10 ટકા રિટેલ રોકાણકારો માટે રિઝર્વ 
તમિલનાડ મર્કટાઇલ બેંક(Tamilnad Mercantile Bank) ના IPOના 10 ટકા રિટેલ રોકાણકારો માટે રિઝર્વ છે. જો બેંકની નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો બેંકની વર્તમાન અને સેવિંગ ડિપોઝિટ 30 ટકાની આસપાસ છે. નાણાકીય વર્ષ 2022 દરમિયાન બેંકનો નેટ પ્રોફિટ 820 કરોડ રૂપિયા હતો. માર્ચ 2022 સુધીમાં તમિલનાડ મર્કટાઇલ બેંક(Tamilnad Mercantile Bank)ની કુલ 509 બ્રાન્ચ હતી.

બેંક પાસે 50 લાખ ગ્રાહક 
બેંક પાસે આશરે 50.8 લાખ ગ્રાહકો છે. તેમાંથી 41.8 લાખ એટલે કે લગભગ 85 ટકા લોકો તમિલનાડુના છે. જો કે તમિલનાડ મર્કટાઇલ બેંક(Tamilnad Mercantile Bank) ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને દિલ્હીમાં પણ છે. નાણાકીય વર્ષ 2021-22માં તેની ગ્રોસ NPA 1.69 ટકા હતી. જે અગાઉના વર્ષમાં 3.44 ટકા હતી. કુલ IPO ઓફરના 75 ટકા સંસ્થાકીય ખરીદદારો માટે અને 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે રિઝર્વ રહેશે. બાકીનો 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારો માટે રિઝર્વ કરવામાં આવશે. 

ડ્રીમફોક્સના IPOને મળ્યો શાનદાર રિસ્પોન્સ 
ડ્રીમફોક્સ સર્વિસિસના IPOને દરેક કેટેગરીમાં સારો રિસ્પોન્સ મળ્યો છે. ક્વોલિફાઇડ ઇસ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર માટે  રિઝર્વ કેટેગરી ત્રણ દિવસમાં 70.53 વખત સબસ્ક્રાઇબ થઈ હતી.  સાથે જ આ IPO નોન ઇસ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટરની શ્રેણીમાં 37.66 વખત સબસ્ક્રાઇબ થયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ