બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / There will be huge firework on Diwali, If you also have a car, follow these tips.

તમારા કામનું / આજે દિવાળીની રાતે થશે જોરદાર આતિશબાજી... તમારી પાસે પણ કાર હોય તો જરૂર ફોલો કરો આ ટિપ્સ

Megha

Last Updated: 05:28 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે લોકો રાત્રે ફટાકડા ફોડશે. આવી સ્થિતિમાં અમે તમારા માટે કેટલીક સેફ્ટી ટિપ્સ લાવ્યા છીએ, જેને ફોલો કરીને તમે તમારી કારને ફટાકડાથી સુરક્ષિત રાખી શકો છો.

  • આજે દિવાળી છે અને લોકો રાત્રે ફટાકડા ફોડશે
  • ફટાકડાને કારણે વાહનોમાં આગ લાગી શકે છે 
  • આ ટીપ્સને ફોલો કરીને તમારી કારને સુરક્ષિત રાખો

આજે દિવાળી છે અને લોકો રાત્રે ફટાકડા ફોડશે. આવી સ્થિતિમાં વાહનને સુરક્ષિત રાખવાની જવાબદારી દરેક વાહન માલિકની છે. દર વર્ષે ફટાકડાને કારણે વાહનોમાં આગ લાગવાના અનેક અહેવાલો સામે આવે છે. આવી સ્થિતિમાં અમે તમારા માટે કેટલીક સેફ્ટી ટિપ્સ લાવ્યા છીએ, જેને ફોલો કરીને તમે તમારી કારને સુરક્ષિત રાખી શકો છો.

Car Tips | VTV Gujarati

કવર વગર કાર પાર્ક કરો
હવે તમે વિચારતા હશો કે મારે કવર વગર કાર કેમ પાર્ક કરવી જોઈએ? તો તેનો જવાબ છે કે જો તમે તમારી કારને પાર્ક કર્યા પછી તેને કવરથી ઢાંકી દો છો તો કારમાં આગ લાગવાનું જોખમ વધી જાય છે. ઉદાહરણ તરીકે, ધારો કે તમે તમારી શેરીમાં ઘરની નીચે તમારી કાર પાર્ક કરી છે અને તે પ્લાસ્ટિકના કવરથી ઢંકાયેલી છે અને જો ફટાકડામાંથી એક સ્પાર્ક તેના પર પડે છે, તો કારના આખા કવરમાં આગ લાગી જશે. આવી સ્થિતિમાં, કારને સુરક્ષિત રાખવા માટે આ દિવસે કાર કવરનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે.

કારની બારીઓ બંધ રાખો
ઘણી વખત લોકો અકસ્માતે કારની બારીઓ બંધ કરવાનું ભૂલી જાય છે. આમ કરવું જોખમી સાબિત થઈ શકે છે. વાસ્તવમાં જો ફટાકડા કારના અંદરના ભાગમાં પડી જાય તો તે કારની અંદર મોટી આગનું કારણ બની શકે છે. કાર પાર્ક કરતા પહેલા તમારે કારના બારીઓ અને દરવાજાને બંધ રાખવા જોઈએ.

ડ્રાઈવિંગ વખતે અચાનક શરૂ થઈ જાય વરસાદ તો કારની આ 5 સેટિંગ્સને તરત કરી લો  ઓન, સરળ થઈ જશે મુસાફરી | car buyer guide car care tips for heavy rain for  driving

ગેરેજમાં પાર્ક કરો
જો તમે CNG કારના માલિક છો, તો તમારે વધુ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે ક્યારેક કોઈ સમસ્યાના કારણે સીએનજી કારમાં લીકેજની સમસ્યા સર્જાય છે. આવી સ્થિતિમાં ફટાકડાને કારણે કારમાં આગ લાગવાનું જોખમ રહેલું છે. જણાવી દઈએ કે સીએનજી કારમાં આગ લાગવાનો ખતરો સામાન્ય ઈંધણવાળી કાર કરતા ઘણો વધારે હોય છે. આવી સ્થિતિમાં, તમારે તમારી CNG કાર તમારા ગેરેજમાં પાર્ક કરવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ