બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / The young man attacked his friend with a knife for not giving 200 rupees in cash

અમદાવાદ / 200 રૂપિયા નહીં આપતાં યુવકે મિત્રને છરી મારી દીધી, પછી કહ્યું જો તું અહીં આવીશ તો તને જાનથી મારી નાખીશ, મામલો પોલીસ સ્ટેશનમાં

Dinesh

Last Updated: 04:22 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાણીલીમડા વિસ્તારમાં ગઇ કાલે ઉછીના 200 રૂપિયા નહીં આપવા બાબતે યુવકે મિત્ર પર છરીનો ઘા મારી દેતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

  • 200 રૂપિયા નહીં આપવા બાબતે યુવકે મિત્ર પર હુમલો
  • છરીનો ઘા મારી દેતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો
  • હરીશ ચાવડાએ હાર્દિક પાસે 200 રૂપિયા ઉછીના માગ્યા હતા


અમદાવાદમાં શહેરના દાણીલીમડા વિસ્તારમાં ગઇ કાલે ઉછીના 200 રૂપિયા નહીં આપવા બાબતે યુવકે મિત્ર પર છરીનો ઘા મારી દેતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મણિનગર વિસ્તારમાં આવેલી રામાભાઇની ચાલીમાં રહેતા હાર્દિક પરમારે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં હરીશ ઉર્ફે ગામુ ચાવડા વિરુદ્ધ મારામારીની ફરિયાદ કરી છે. હાર્દિક પરમાર ગેસ સિલિન્ડર ડિલિવરી કરવાનું કામ કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. 

Vapi bootlegger stya two youths knife attack, 1 dead

છરી મારી દીધી
હાર્દિકને દાણીલીમડા વિસ્તારમાં ગેસ સિલિન્ડર ડિલિવરી કરવાનાં હોવાથી તે તેનો લોડિંગ ટેમ્પો દાણીલીમડા આંબેડકરબ્રિજના છેડે પાર્ક કરે છે. ગઇ કાલે હાર્દિક પોતાનું કામ કરીને લોડિંગ રિક્ષા બ્રિજની નીચે પાર્ક કરવા માટે ગયો હતો ત્યારે તેને હરીશ ઉર્ફે ગામુ ચાવડા નામનો મિત્ર મળ્યો હતો. હરીશ ચાવડાએ હાર્દિક પાસે 200 રૂપિયા ઉછીના માગ્યા હતા. હાર્દિકે રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી હરીશ ઉશ્કેરાયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. હાર્દિકે ગાળો બોલવાની ના પાડતાં હરીશે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને તેને હુલાવી દીધી હતી. 

જાનથી મારી નાખવાની ધમકી 
હરીશ બીજી છરીનો ઘા મારવા ગયો ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોનાં ટોળાંને જોઇને હરીશ ત્યાંથી ભાગી ગયો હતો અને હાર્દિકને ધમકી આપતો ગયો કે હે હવે જો તું અહીં આવીશ તો તને જાનથી મારી નાખીશ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ