ભારતમાં હાલમાં સૌથી વધુ વિકાસ દર હોવાનું વિશ્વના સૌથી મોટા રોકાણકારોમાંના એક અને બ્રિજવોટર એસોસિએટ્સના સ્થાપક રે ડાલિયોએ જણાવ્યું હતું.
રે ડાલિયોએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતાં
'PM મોદી ચીનના ડેંગ જેવા'
ભારતની અપાર શક્તિના વખાણ કર્યા
દુનિયાના સૌથી મોટા રોકાણકારોમાં જેની ગણના થાય છે તેવા ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની બ્રિજવોટર એસો. સ્થાપક રે ડાલિયોએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતાં. ભારતનો વિકાસ દર હાલ સૌથી વધુ છે. તેઓએ ભારતની 18980ના દાયકાના ચીન સાથે સરખામણી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇના પૂર્વ નેતા ડેંગ ઝિયાઓપિંગ સાથે સરખાવ્યા હતા. મહત્વનું છે કે રોકાણકાર રે ડાલિયો જૂનમાં તેમની યુએસ મુલાકાત દરમિયાન પીએમ મોદીને મળ્યા હતા અને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારા અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન મોદીએ દેશમા રોકાણ માટે આમંત્રણ પણ આપ્યું હતું. ત્યારે તેઓએ ભારતની અપાર શક્તિના વખાણ કર્યા હતા.
ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે
રે ડાલિયોએ લોસ એન્જલસમાં યુસીએલએ કેમ્પસમાં ઓલ-ઇન સમિટ 2023માં પોડકાસ્ટમાં સહભાગી થઈ જણાવ્યું હતું કે અમારી પાસે ભારત માટે દસ વર્ષનો વિકાસનો અનુમાન છે. સંભવિત 22 દેશમા ભારતમાં સૌથી વધુ સંભવિત વિકાસ દર છે. તેમણે કહ્યું કે ભારત હવે તે સ્થાને છે જ્યાં એક સમયે ચીન હતું. તેઓએ કહ્યું કે તમે માથાદીઠ આવકનો અંદાજ લગાવો તો લાગે છે કે પીએમ મોદી એક 'ડેંગ' છે. જેથી તમારા પાસે સુધારા વિકાસ, ક્રિએટિવિટી, સહિતના બધા મુદ્દાઓ છે જે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ભારત વિકસતા દેશો આના સારું પ્રદર્શન કરી રહ્યો છે
ઓલ-ઇન પોડકાસ્ટ દ્વારા શિખર સંમેલનનું આયોજન કરાયું હતું.જેમાં ચામથ પાલિહાપિટીયા, જેસન કાલાકાનિસ, ડેવિડ સાક્સ અને ડેવિડ ફ્રિડબર્ગ સહિતનાઓ સમાવેશ થાય છે. વધુમાં પોડકાસ્ટ સમિટ દરમિયાન રે ડાલિયોએ કહ્યું કે મને નથી લાગતું કે કોઈપણ મુદ્દે ભારતનો વિકાસ અટકે?, તેઓએ વધુમાં કહ્યું કે મેં ઇતિહાસમાં જે દેશ તટસ્થ છે તેઓએ સૌથી સારું પ્રદર્શન કર્યું છે. યુનાઈટેડ સ્ટેટ્સ અને ચીન તથા તેના રશિયા સહિતનાઓ વચ્ચે આ પ્રકારના સંઘર્ષ છે, તો ભારત વિકસતા દેશો આના સારું પ્રદર્શન કરી રહ્યો છે.