બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / The second quarter final match was played between Argentina and Netherlands

FIFA World Cup / લિયોનલ મેસ્સીએ રચ્યો ઇતિહાસ, આ દેશને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવી આર્જેન્ટિનાએ સેમિ ફાઇનલમાં એન્ટ્રી મારી

Malay

Last Updated: 07:59 AM, 10 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિફા વર્લ્ડ કપ 2022ની બીજી ક્વાર્ટર ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહી. આ મેચ લિયોનેલ મેસ્સીની ટીમ આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ હતી. સૌથી પહેલા આર્જેન્ટિનાએ 2-0ની લીડ બનાવી, પરંતુ નેધરલેન્ડે બે શાનદાર ગોલ કરીને મેચની બરાબરી કરી લીધી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ 4-3થી મેચ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

 

  • આર્જેન્ટિના અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ બીજી ક્વાર્ટર ફાઇનલ મેચ
  • નેધરલેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવી સેમિ ફાઇનલમાં પહોંચ્યું આર્જેન્ટિના
  • લિયોનેલ મેસ્સીએ રચ્યો ઇતિહાસ,  વર્લ્ડ કપમાં કર્યા 10 ગોલ

FIFA વર્લ્ડ કપ આર્જેન્ટિના vs નેધરલેન્ડ્સ: FIFA વર્લ્ડ કપ 2022 સીઝનમાં શુક્રવારે મોડી રાત્રે ખૂબ જ રોમાંચક બીજી ક્વાર્ટર ફાઈનલ રમાઈ હતી. આ મેચમાં લિયોનેલ મેસ્સીની ટીમ આર્જેન્ટિનાની ટક્કર નેધરલેન્ડ સાથે થઈ હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી, જેમાં આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી જીત મેળવી અને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

આર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચે રમાશે સેમિફાઇનલ
હવે મેસ્સીની ટીમ આ વખતે ચેમ્પિયન બનવાથી બે જીત દૂર છે. આર્જેન્ટિના ટીમ હવે સેમિફાઇનલમાં ક્રોએશિયા સામે ટકરાશે. ક્રોએશિયાએ તેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં નેમારની ટીમ બ્રાઝિલને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું હતું. હવે આર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચેની આ સેમિફાઇનલ મેચ 13 ડિસેમ્બરે બપોરે 12.30 કલાકે રમાશે.

નેધરલેન્ડે આ રીતે મેચમાં કરી વાપસી
બીજા હાફમાં આ મેચ ખૂબ જ રોમાંચક રહી. નેધરલેન્ડની ટીમે 83મી મિનિટે પ્રથમ ગોલ કરતા મેચ 2-1ની બરાબર હતી. ત્યારપછી ઈન્જરી ટાઈમની લગભગ છેલ્લી મિનિટોમાં નેધરલેન્ડે બીજો ગોલ કરીને મેચ 2-2થી બરાબરી કરી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટમાં આર્જેન્ટિનાએ મેચ 4-3થી જીતી લીધી હતી.

મેસ્સીએ રચ્યો ઈતિહાસ
મેસ્સીના નામે વર્લ્ડ કપ ઈતિહાસમાં 10 ગોલ થઈ ગયા છે. આ સાથે મેસ્સીએ ગેબ્રિયલ બતિસ્તુતાની બરાબરી કરી લીધી છે. મેસ્સી અને ગેબ્રિયલ હવે સંયુક્ત રીતે વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર આર્જેન્ટિનાના ખેલાડી બની ગયા છે. મેરાડોનાના વર્લ્ડ કપમાં 8 ગોલ છે. મેસ્સીએ આ સિઝનમાં અત્યાર સુધીનો ચોથો ગોલ કર્યો છે.

મેચમાં આર્જેન્ટિના અને નેધરલેન્ડની સ્ટાર્ટિંગ-11
આર્જેન્ટિના ટીમ: લિયોનેલ મેસ્સી (કેપ્ટન), એમિલિયાનો માર્ટિનેઝ (ગોલકીપર), ક્રિસ્ટિયન રોમેરો, લિસાન્ડ્રો માર્ટિનેઝ, નિકોલસ ઓટામેન્ડી, નાહુએલ મોલિના, માર્કોસ એક્યુના, રોડ્રિગો ડી પૌલ, એલેક્સિસ મેકએલિસ્ટર, એન્ઝો ફર્નાન્ડીઝ અને જુલિયન અલવારેઝ.

નેધરલેન્ડની ટીમ: વર્જિલ વાન ડાઈક (કેપ્ટન), એન્ડ્રીસ નોપર્ટ (ગોલકીપર), ડેલી બ્લાઇન્ડ, નાથન એકે, જુરીયન ટિમ્બર્સ, ડેન્ઝેલ ડમફ્રીઝ, માર્ટેન ડી રૂન, સ્ટીવન બર્ગવિજન, ફ્રેન્કી ડી જોંગ, કોડી ગૈક્પો અને મેમ્ફિસ ડેપે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ